દીઓદરની ગાયત્રી નગર સોસાયટીમાં લાખોના મુદામાલ ચોરીથી ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદરમાં કોરોનાના કારણે સરકારના જાહેરનામા મુજબ સાંજે ૭ થી સવારે ૭ વાગ્યા સુધી કરફ્યુ હોય છે. જે કરફ્યુ વચ્ચે પણ તરસ્કારો બેફામ બની દીઓદર ગાયત્રી નગર સોસાયટીમાં ચોરીને અંજામ આપતાં રહીશોમાં ફફડાટ વ્યાપેલ.
દીઓદર ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા દિનેશપુરી રામપુરી ગોસાઈને રાત્રી ના સમય દરમ્યાન ધાબા પર સુતા હતા. ત્યારે અજણ્યા ઈસમોએ ઘરમાં પ્રવેશી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી તીજારી તોડી તેમાં પડેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૧.૩૬ લાખની મત્તાની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયેલ. સવારે ઘર માલીકે નીચે આવી આવી જાતાં દરવાજા ખુલ્લો હોઈ તેમજ તીજારી વગેરે ખુલ્લી તેમજ વેરણ છેરણ પડેલ વસ્તુઓ જોઈ તેમજ ચોરી થઈ હોવાનું માલુમ પડતાં ચોંકી ઉઠેલ. તરતજ દીઓદર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ. અને તપાસ કરી અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે. એકબાજુ કરફ્યુ તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ચોરો કઈ રીતે સોસાયટીમાં પ્રવેશ્યા અને ચોરીને અંજામ આપતાં લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.