પાલનપુરમાં તોલમાપ વિભાગના ઓચિંતા દરોડા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર શહેરમાં તોલમાપ વિભાગ દ્વારા બુધવારે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. જ્યાં ત્રણ ટીમો દ્વારા ૧૬ જગ્યાએ તપાસ કરી ૬ એકમો સામે કાર્યવાહી કરી ગુના માંડવાળ પેટે રૂપિયા ૮૫૦૦૦નો દંડ વસુલાયો હતો. જેના પગલે કેટલાક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી ઘર ભેગા થઈ ગયા હતા.
સરહદી બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી તોલમાપ વિભાગની ટીમ સક્રીય બની છે અને દુકાનોમાં જઈ તપાસ હાથ ધરી છે.બે દિવસ અગાઉ ડીસા ખાતે બે દુકાનોમાં તપાસ કર્યા બાદ તોલમાપ વિભાગ દ્વારા જુદી-જુદી ત્રણ ટીમો બનાવી પાલનપુરની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાનએ જણાવ્યું હતું કે, ત્રણ ટીમો દ્વારા ૧૬ જગ્યાએ તપાસ કરી ૬ એકમો સામે કાર્યવાહી કરી ગુના માંડવાળ પેટે રૂપિયા ૮૫૦૦૦નો દંડ વસુલાયો હતો. જેના પગલે કેટલાક દુકાનના વેપારીઓ તોલમાપની ટીમના સમાચાર સાંભળી પોતાની દુકાનોને બંધ કરી ઘર ભેગા થઈ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.