શું અભિનેત્રી શમિતા શેટ્ટીની લાઈફમાં પણ એક કુંદ્રા છે?

Other
Other

મુંબઈ, તમે ગયા એપિસોડમાં જાેયુ હશે કે કેવી રીતે શમિતા શેટ્ટીનું નામ કરણ કુંદ્રા સાથે જાેડવામાં આવ્યું હતું. રાખી સાવંતે આ મુદ્દાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં તેણે વારંવાર દાવો કર્યો હતો કે, બંને એકબીજાને પસંદ કરે છે. જાે કે, બંનેએ આ વાતને મજાક સમજીને એન્જાેય કરી હતી. બંનેએ શરૂઆતથી જ એકબીજાના સારા દોસ્ત હોવાનું બોન્ડિંગ શેર કર્યુ છે.

પણ જ્યારે બિગ બોસ ૧૫ના વીકેન્ડ કા વારમાં મિથુન દા પહોંચ્યા તો સલમાન ખાને તેમની સામે બિગ બોસના ઘરના લોકોની વાત કરી હતી. એ સાથે જ સલમાન ખાને શમિતા શેટ્ટી અને કરણ કુંદ્રાની મજાક કરી હતી. આ વાતને લઈને ફરી એક વાર તેજસ્વી ચીડાઈ હતી. મિથુન દાની સાથે સ્ટેજ પર ફન ટાસ્ક કર્યા પછી સલમાન ખાને બાકીના સભ્યોની સાથે પણ મસ્તી અને ધમાલ કરી હતી. સલમાન ખાને મિથુન દાને કહ્યું કે, આજે તે આખા ઘરના સભ્યોની કુશળતાની વાત કરશે.

આ દરમિયાન જ્યારે શમિતા શેટ્ટીનો નંબર આવ્યો તો સલમાન ખાને કહ્યું કે, આની લાઈફમાં પણ એક કુંદ્રા અને એક બાપટ છે. કન્ફ્યૂઝ છે કે કુંદ્રા જાેઈએ કે બાપટ. આવી મજાક કરીને તે સમીતા શેટ્ટીને ચીડવે છે. એ પછી તે તેજસ્વી પાસે જાય છે અને કહે છે કે, તે મજાક કરી રહ્યો છે. એ પછી એક્ટ્રેસ કહે છે કે, વેરી ફની સર, વેરી ફની. સલમાન ખાને આવું એટલા માટે કર્યું કે, ગયા વીકેન્ડ કા વાર દરમિયાન રાખી સાવંતે સલમાન ખાન સામે જ શમિતા અને કુંદ્રાનું નામ જાેડ્યું હતું. એ પછી તેજસ્વીએ ગુસ્સામાં કહ્યું હતું કે, ભલે આ એક મજાક હોય, પણ તેને આવી મજાક જરાય પસંદ નથી. એક વાર તો તેણે શમિતાને પણ કહી દીધું હતું કે, તે કરણની નજીક આવવા માટે હેરાન થઈ રહી છે. એ પછી ઘરમાં કેટલાંય ફેરફાર થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.