અભિનેત્રી પ્રેક્ષા મહેતાની આત્મહત્યા થી ચારે કોર ચકચાર

ફિલ્મી દુનિયા

મુંબઈ,
સીરિયલ ‘ક્રાઇમ પેટ્રોલ’માં કામ કરનારી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ આત્મહત્યા કરી લીધી છે. લોકડાઉન શરૂ થાય તે પહેલાં જ પ્રેક્ષા ઈન્દોરથી મુંબઇમાં તેના ઘરે પરત આવી હતી. તેની પાસે કોઈ કામ નહોતું. લોકડાઉને તેની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. માનસિક તાણના કારણે અંતે પ્રેક્ષા પોતાએ આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના અચાનક નિધનના સમાચાર મળતા જ ટીવી અભિનેતા કરણ કુંદ્રાએ ભાવનાત્મક પોસ્ટ લખીને દુઃખ વ્યક્ત કર્યુ છે. કરણ કુંદ્રાએ ટ્‌વટર પર લખ્યું- ‘સૌથી ખરાબ હોય છે સપનાનું મરી જવુ.
ટીવીની અન્ય એક અભિનેત્રીએ આત્મહત્યા કરી છે. પ્રેક્ષા મહેતા આ ખૂબ જ દુઃખદ છે. તુ ખૂબ જ નાની હતી. તારી સામે હજુ આખી જિંદગી પડી હતી. આપણે માનસિક સ્વાસ્થ્ય પર વધારે વાત કરવાની જરૂર છે. કરણ આગળ લખે છે કે ‘તેના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો, તો કંઈ અસાધારણ લાગતું નહોતુ. આ સંકેત આપે છે કે આ મુશ્કેલ સમયમાં આપણી આસપાસના લોકોએ વધુ કાળજી લેવી જરૂરી છે. ભગવાન તારા આત્માને શાંતિ આપે. અમે તારા માટે પ્રાર્થના કરીએ છીએ. કરણ સિવાય અભિનેતા અર્જુન બિજલાનીએ લખ્યું છે – ‘જાણકારી મળી છે કે એક બીજી અભિનેત્રીએ આત્મહત્યા કરી છે.
પરિવારને આ મુશ્કેલ ઘડી સહન કરવાની તાકાત આપે.પ્રેક્ષા મહેતા માટે દિલથી પ્રાર્થના. પ્રેક્ષા માત્ર ૨૫ વર્ષની હતી અને ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘મેરી દુર્ગા’ અને ‘લાલ ઇશ્ક’ જેવા પ્રખ્યાત શોમાં જાવા મળી હતી. હિન્દી સિનેમા અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’માં પ્રેક્ષા જાવા મળી હતી. પ્રેશા તેના પરિવાર સાથે ઈન્દોરના બજરંગ નગરમાં રહેતી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નાનો સંદેશ હતો અને લખ્યું હતું કે ‘સૌથી ખરાબ થાય છે સપનાઓનું મરી જવું’.
આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.