ધાનેરામાં પાણીની માંગણી સાથે લાગેલા હોર્ડીંગથી રાજકારણ ગરમાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા શહેમાં લોકડાઉનના કપરા સમયમાં પણ પાણી બાબતે રાજકારણ ગરમાયું છે. શહેરમાં અલગ અલગ જાહેર જગ્યા પર પાણીની માગણી સાથેના હોર્ડીંગ લાગતાં ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં ભારે ચર્ચા ઉઠી છે.
રાજસ્થાનની સરહદ પર આવેલા ધાનેરા તાલુકાના ઇતિહાસની વાત કરીએ તો તાલુકામાં ધન વધુ થતું હોવાથી આ ગામનું નામ ધાનેરા રાખવામાં આવ્યું હતું. હર્યો ભર્યો વિસ્તાર હવે દિવસે દિવસે દુષ્કાળ તરફ જઈ રહ્યો છે. તાલુકાની મુખ્ય સમસ્યા તેમજ જરૂરિયાત હોય તે પાણી છે. હાલના સમયમાં તાલુકાના મોટા ભાગના ગામડાઓની ખેતી વેરાન બની ગઈ છે. ભૂગર્ભના પાણી હવે આ વિસ્તારમા રહ્યા નથી.જેથી જયારે પણ ચૂંટણી આવે ત્યારે મુખ્ય રજુઆત આ વિસ્તારના લોકોની પાણી માટેની હોય છે. સરકાર આવે સરકાર જાય પણ આજ દિન સુધી
પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં કોઈ નેતા કે કોઈ પાર્ટી સફળ થઈ નથી. અત્યારે ધાનેરા શહેરમાં પાણીની માંગને લઈ સોશીયલ મીડિયામાં ભારે પ્રચાર થઈ રહ્યો છે અને ધાનેરાના અલગ અલગ વિસ્તારમાં મોટા હોર્ડીંગ લગાવી ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતોને પાણીની નહેર મળે તેવી માગણી કરાઈ રહી છે.જાકે, રજુઆત યોગ્ય છે અને સમસ્યા પણ સાચી છે પરંતુ આ લડાઈના સેનાપતિ કોણ છે તેને લઈ લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. ધાનેરા વિસ્તારના ખેડૂતોનું માનીએ તો આ માંગણી યોગ્ય અને જરૂરી પણ છે. જો હવે સિંચાઈ તેમજ પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવનારો સમય ધાનેરા તાલુકા માટે ખરાબ સમય સાબિત થાય તેમ છે. જાકે, હોર્ડીંગ બાબતે પણ આ માગણી સૌની હોવી જોઈએ અને કોઈ પણ પાર્ટીનું રાજકારણ આમા ના હોવું જોઈએ એ પણ મહત્વનું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.