બનાસકાંઠા બિલ્ડર એસોસિએશન દ્વારા રૂ.૫ લાખનું યોગદાન

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર  : બનાસકાંઠા બિલ્ડર્સ એશોસિએશન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. કોરોના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન છે. ત્યારે બનાસકાંઠા બિલ્ડર એસોસિએશન પણ તંત્રની વ્હારે આવ્યું છે. બનાસકાંઠા એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં અઢી લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેકટર સંદીપ સાંગલેને સુપ્રત કરાયો હતો. આ પ્રસંગે પ્રમુખ મનુભાઈ હાજીપુરા, ગુજરાત બિલ્ડર્સ એશોસિએશનના બોર્ડ ઓફ ડિરેક્ટર શૈલેષભાઇ જોશી, બિલ્ડર્સ નિખિલભાઈ મોદી, પિયુષભાઈ રાવલ, મનીષભાઈ ઠક્કર, મહેશભાઈ પટેલ, કિરીટભાઈ રાજગોર, રમેશભાઈ પટેલ, સુરેશભાઈ યોગી, ભાવેશભાઈ ઠક્કર દ્વારા કલેકટરને ચેક આપવામાં આવ્યો હતો.
બિલ્ડર્સ એસોસિએશનના અગ્રણી શૈલેષભાઈ જોશીના જણાવ્યા મુજબ સી.એમ.રાહત ફંડમાં રૂ.૨.૫૦ લાખ આપવા ઉપરાંત કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને હેન્ડ ગ્લોઝ, માસ્ક તેમજ સેનેટાઈઝર આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારીઓ તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં દરરોજ અન્નપૂર્ણા કાઠીયાવાડી હોટલના સહયોગથી ગરમાગરમ નાસ્તામાં ખમણ, કચોરી સમોસા, જલેબી, પાતરા, ઇડલી સંભાર તેમજ મોહનથાળ જેવા વિવિધ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારની જવાબદારી પિયુષભાઈ રાવલ અંકુરભાઇ જોશી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આમ, ૨.૫૦ લાખના ચેક સહીત નાસ્તા અને મેડિકલ કીટ સહીત કુલ રૂ.૫ લાખનું યોગદાન બનાસકાંઠા બિલ્ડર્સ એશોસીએશન દ્વારા આપવામાં આવ્યું હોવાનું શૈલેષભાઇ જોષી જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.