બિયારણના વધુ રૂપિયા વસૂલતી કંપની સામે કાર્યવાહી કરાશે : કુંવરજી બાવળિયા
રાજકોટ : ગુજરાત રાજ્યની કેબિનેટ કક્ષાની આજ રોજ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા અને કુંવરજી બાવળિયા જાડાયા હતા. લોકડાઉનના પગલે કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સ મારફત કરવામાં આવી રહી છે. આજે રાજકોટ ખાતે વીડિયો કોંફોરન્સ મારફત કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કુંવરજીભાઇ બાવળીયા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાઇ તે માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પીવાના પાણી ની અછત હતી ત્યાં અધિકારીઓને સાથે રાખી પીવાના પાણી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં પાઇપલાઇન મારફત પાણી આપવામાં આવે છે અને જ્યાં પાઇપલાઇન ન હોય ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવા નિર્ણય કરવામાં આવ્યો છે. પશુપાલન વિભાગની વાત કરતા જણાવ્યું હતું કે, પશુપાલકોને પશુ દીઠ ૨૫ રૂપિયાની સહાય સબસીડી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કેટલીક ખાનગી કંપનીઓ બિયારણના વધુ રૂપિયા વસુલ કરી રહી છે, જેની સામે કાર્યવાહી કરવા કૃષિ મંત્રી સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે. કેબિનેટ કક્ષાની મીટિંગ પૂર્ણ થતા જયેશ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિÂસ્થતિ અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.