![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/01/rakhewal-160.jpg)
ઈન્ડિયન ટીમ પાસે કેપટાઉનમાં ઈતિહાસ રચવાની તક
ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ મંગળવારે કેપટાઉનમાં રમાશે. એવામાં અત્યારે બંને ટીમે 1-1 મેચ જીતી આ સિરીઝને એક્ટિવ રાખી છે, જેથી આ મેચમાં વિરાટ કોહલીના કમબેકથી લઈ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ટીમ ઈન્ડિયા ફેરફાર કરી શકે છે. એટલું જ નહીં, જસપ્રીત બુમરાહે પણ 4 વર્ષ પહેલાં કેપટાઉનમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તો આ બંને ખેલાડી માટે આ મેચ મહત્ત્વપૂર્ણ રહેશે.
કેપટાઉનમાં 11 જાન્યુઆરી(મંગળવાર)ના દિવસે વરસાદ પડવાની સંભાવના 60થી 65% સુધી રહેલી છે. વેધર અપડેટ આપતી વેબસાઈટ એક્યુવેધરના જણાવ્યા પ્રમાણે, પહેલા દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે લંચ સુધીની ગેમ ધોવાઈ શકે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ ત્યાર પછી વાતાવરણ સાફ રહેશે. ઉલ્લેખનીય છે કે ત્યાર પછી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે વરસાદ પડવાની સંભાવના ઘણી ઓછી છે.