જીંદગી મેં સારા ઝગડા હી, ખ્વાહીશો કા હૈ ! ના તો કિસી કો ગમ ચાહીએ, ના હી કિસી કો કમ ચાહીએ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

અલ્યા છગનીયા, ઓમ હવાર હવારમાં ચ્યાં લાલઘુમ થઈને આયો શે.. કુણે આટલો બધો રંગી નાખ્યો હજુ તો કંઈ ઢોલ વાગતા નથ ને ચીચીયારૂં એ હમભળાણી નથ આ વરસે તો ફાગ વધુ ખેલાશે કે શું ? કાલે હોળીની જવાળાઓ કઈ તરફની હતી તાર કાકો શું કેતા તા ઈ તો કેતો જા…
મગનકાકા આ ભગલો મનુડોને નેમલા હવારના મંડી જ પડયા શે જે ગોરે આયા નથ કે કલરના ને ગારાના બથેડા ભરે શે હવે કોય કેવાતુ એ નથ મોંઢામાંથી માથુ ફાડી નાખે એવી ગંધ આવતી હતી ને હાથથી સીધો આઈને વળગી પડયો.. મેં ઘણું તાડુકીને કીધું કે અમારે વેવાણ મર્યાને હજુ બે દિવસ નથ થ્યા.. મને રંગ તો નઈ તાર ભાભીને મારે વેવાઈના મોઢે થાવા જવું પડશે.. બપોરો તો મોડો રાખ્યો શે.. પણ આ તેવાર શે એટલે જાવું તો પડશે પણ આ નખોદીયા ઝપ્યા જ નઈ ને મને રંગી જ નાખ્યો..
છગનિયા, તારો એ આક્રોશ બવ હાચો શે.. હવે ના જવાનીયાના મોઢા તમાકુને દારૂથી ગંધાતા જ હોય શે.. હમણાં કચ્છમાં ના જાયું એક અવસરમાં યુવાનીયા દારૂથી નાહતા હોય તેવા વીડીયો આયા તો તો આપણા રાધનપુરમાં તાલુકા પંચાયત ઓફિસમાંથી બિયરના એક હાથી વધારે ખાલી ડબલાં મળ્યા આપણે જ જાઈએ છીએ કે હવાર હોજે દારૂડીયા રસ્તામાં ચેવા પડયા હોય શે. આ પોલીસવાળાને નઈ દેખાતા હોય પણ હાચાનું હાચું કેવાવાળું જ કોઈ નથ… ને ભણેલા, ગણેલા તો કય ચ્યાં બોલે શે ? હવે કરવાનું એ શું ? તારા તો કપડાં હાજા રહ્યા.. બાકી આ દારૂડીયો એવા મસ્ત બનીને ગાંડા થાય કે હોમેના માણહનું શું થાશે ? ને શું નઈ થાય એવું કય વિચારતા નથ. હવે કરવું એ શું નથ કેવાનું કે હવે નથ સહેવાતું..
મગનકાકા, આ લોકશાહી શે એવું લાગે શે ખરા ? માણહ માણહનો દુશ્મન જ બનતો જાય શે.. ગામડા, નગરોમાં પરીÂસ્થતિ બદલાતી જાય શે કોઈ કોઈ નથ એવું શે એકબીજાને ભેગા થવા દેતા જ નથ એટલે હાચી વાતો એ બહાર નથ આવતી.. બધા મનમાં ઘોળાય કોઈ એકબીજાની પોહે બેહતા જ નથ..પેલા તો બધા હોજે ચેવા બેહતા ને આખા ગામની એકબીજાના દુઃખ દર્દની ખબર પડતી પણ હવે તો એવી સ્થિતિ થઈ શે કો બધાને બાપ મારીયા વેર હોય કોઈને ભેગા બેહવું જ નથ..મગનકાકા તમારા પોતરાના દહમાના પેપર કેવા જાય શે ?
છગનીયા આ હોળી, ધુળેટી જેવું કોય લાગે શે ખરૂં પેલા તો મારવાડીઓ ગોમમાં મોટા વગાડવાના ડબલાં લઈને આવતા ભેળી આઠ દહ બૈરીઓ હોય એ ફાગ મારવાડીમાં ગાયને બધા પાંચ દહ રૂપિયા આલે ત્યારથી ધુળેટીનો થનગનાટ શોટો નાખવાની હોળીની હોજે ગોમના ગોદરે નારીયેળની શોટો નાખવાની શરતું થાય. ઘણીવાર બીજા ગોમમાં પોંચી જાતા હોળી પ્રગટાવે ચીચીયારીઓ પાડે ને ધાણી, ખજુર, હાયડા, ચણા, ફીફા બધા રાજી થઈ થઈ ને ખાતા હો.. અરે છગનીયા એક મહિના પહેલા ગોમનાં કેટલાક હોળાયા બનાવતા ને બપોરથી જ એ હોળાયા ગોદરે ભેગા થાય કોઈ વીહ પચ્ચીસ નાખે તો કોય ઢગલો કરતા હુતેડીથી બાંધેલો હોળાયાય હોય ગામમાં ઢુંઢ થાય એ બધી જ મજા કંઈક જુદી હતી.. હોય ભારતમાં કોરોના ફોરોનો આવે જ નય એ તો કાચું ખાવાવાળાને ટાઢું વાસી ખાતા હોય એને રોગ થાય, આપણા રસોડા પેલા આયુરવેદથી સમૃદ્ધ હતા. રઈ, મેથી, હેગ, ધાણા, સુંઠ, અજમો, સવા, સીંધાલુણ, ફુદીનો, તુલસી, અરડુસી, હળદર, કાળા મરી ને આવું કેટલુંય રોગ ના થાવા દેતા મધ માંખીયું નું મધ તો અમે બવ ખાતા હો આવા ઉકાળામાંય નાખતા હવે તો નવી વઉઓ અને છોકરા સીધા દવાખાન દાકતર પોહે જ પોચી જાય શેને ત્યાં ભારે દવા આલે એટલે પેટમાં બળતરા થાય. આપણા જુદા ઘૈઢીયા જે દવા કરતચા એ હારી હતી.
મગનકાકા આપણી વાતુ તો ખુટે એવી નથ પણ નરસી મેતા જેવું થાય શે ઘરના વસ્તુ ભગાવે ઈ બધી વાતુંમાં જ…ભુલાઈ જવાય શે.. હોળી ધુળેટી બવ હારી જાય એવું ઈચ્છએ કોરોના જેવા રોગો આપણા ભારતને જ નહીં જગતમાંથી શાંત થઈ જાય બધા રાજીખુશી તંદુરસ્ત બનીને ભાઈચારાથી જીવે.. મોંઘવારી, ભેળસેળ જેવું કંઈક ઘટે તો જ લોકો સારી રીતે જીવી શકશે એ બાબતે રાજ, દેશ સરકાર જાગૃત બને તેવી આશા..આવજા હોંકે….


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.