ગૌ ગંગા, ગાયત્રીને કેન્દ્રમાં રાખી ગૌસેવા માટે જીવન સમર્પિત કરતા દેકાવાડાના પૂજ્ય કાલીદાસ બાપુ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કેટલાક વિશિષ્ઠ માણસોને આ પૃથ્વી ઉપર ખાસ કિસ્સા તરીકે તેના દૂત બનાવીને ભગવાને મોકલ્યા છે. ભારતમાં ગૌ,ગંગા અને ગાયત્રીનું આગવું મહત્વ છે. તા.૧૯-૧૧-૧૯પ૮ ના રોજ પિતા નરસિંહપ્રસાદ હરગોવનદાસ મહેતા અને માતા અંબાબેનના બ્રાહ્મણ પરિવારમાં દેકાવાડા ખાતે જન્મેલા આદરણીય કાલીદાસજી મહેતા ઉર્ફે પૂજ્ય કાલીદાસ બાપુ પણ ગૌસેવાના ખાસ કાર્ય માટે જ આ પૃથ્વી ઉપર અવતર્યા છે.પ્રાથમિક શિક્ષણ દેકાવાડા ખાતે, માધ્યમિક શિક્ષણ દેત્રોજ ખાતે પૂર્ણ કરી તેમણે નવસંસ્કાર વિદ્યાલય જૂના વાડજ અમદાવાદ ખાતેથી ઓલ્ડ એસ.એસ.સી. પૂર્ણ કર્યું.તેમણે બી.કોમ.સી.યુ.શાહ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ ખાતેથી પૂર્ણ કર્યું.તેઓ ધો.૮માં હતા ત્યારે તેમના ગુરૂજી વનથલના પૂજ્યપાદ પરસોત્તમદાસ મહારાજને આત્મશક્તિ વધારવા શું કરવું એવો પ્રશ્ન પૂછેલ અને તેમાંથી જ તેમની આધ્યાત્મિક મંઝિલ શરૂ થઈ.માબાપના આગ્રહને લીધે અને પૂજ્ય ગુરૂજીના આદેશને લઈ ર૩-પ-૧૯૮૩ ના રોજ નડિયાદનાં અલકાબેન (રાધાબેન)સાથે તેમણે લગ્ન કર્યા.અંબાબેન પણ લાંબો સમય સુધી દક્ષિણ આફ્રિકાનાં ઝામ્બિયા ખાતે રહેલાં છે. તેઓ કોલેજમાં હતા ત્યારે પણ ભારતીય સંસ્કૃતિ અનુસાર કલાસરૂમમાં જતા ત્યારે તેમનાં પગરખાં બહાર કાઢતા અને કયાંય બહારનું પાણી પણ પીતા નહીં.તેમના મોટા દીકરા નહુલ મહેતા ગોતા અમદાવાદ ખાતે ફીજીયોથેરાપીસ્ટ છે.બીજાે દીકરો માધવ તેમની સાથે રહે છે.ત્રીજા નંબરનો દીકરો ઉર્વિશ અમદાવાદ ખાતે બી.કોમ.કરેલ છે.

ગૌ,ગંગા અને ગાયત્રીને કેન્દ્રમાં રાખી પૂજ્ય કાલીદાસ બાપુ ગૌરક્ષા માટે નિરંતર પ્રયત્નશીલ છે. દેકાવાડા ખાતે તેમના આશ્રમમાંં ૪૦૦ જેટલા ગૌધનને તેઓ સાચવે છે.કતલખાનામાં જતા આખલા, વાછરડાં, ગૌમાતાઓને તેમણે બચાવીને સાચવી છે. ૧૪-૧-૧૯૮૧ થી તેમણે દેકાવાડા ખાતે ગૌરક્ષાનો મહાયજ્ઞ શરૂ કર્યો હતો.તેમના અભ્યાસકાળ દરમ્યાન બેડમિન્ટન,સંસ્કૃત, હિંદી, સંગીત જેવી અનેક બાબતોમાં તેમને ૩૯ જેટલાં પ્રમાણપત્રો મળેલ એ બધાં તેમણે નર્મદા નદીમાં પધરાવી ગૌરક્ષા માટે જીવન સમર્પિત કરી દીધું છે.તેમનાં ધર્મપત્ની પણ પૂર્ણ ધર્મપરાયણ અને પતિ પરાયણ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અનાજ ખાતાં નથી અને દૂધ તેમજ ફળાહાર ઉપર રહે છે.તેઓ આંગણવાડીમાં સર્વિસ કરતાં હતાં અને હાલે નિવૃત્ત છે. માબાપની, પરિવારની અને ગૌમાતાની સેવા કરવામાં નિપુણ એવાં તેમનાં ધર્મપત્ની અંબાબેન હાલમાં દેકાવાડા ખાતે આશ્રમમાં સાથે જ રહે છે.દેકાવાડાના કાનભા દરબારે અંદાજે સાડા ત્રણ વીઘા જગ્યા ગૌસેવા માટે કાલીદાસ બાપુને અર્પણ કરેલ છે.આ જગ્યામાં ભગવાન ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર અને પોતાના ગુરૂદેવ વનથલના પૂજ્ય પરસોત્તમદાસજી મહારાજનું મંદિર બનાવેલું છે. રામકથા,ભાગવતકથા, દેવી ભાગવત કથા,મહાભારત કથા,શિવપુરાણ કથા,વિશ્વકર્મા પુરાણકથા, સતી ચરિત્રોની કથા કરતા પૂજ્ય કાલીદાસ બાપુએ સૌ પ્રથમ રામકથા સંવત ર૦૪પ માં ગાંધીનગર જિલ્લાના સરઢવ ખાતે કરેલી.અત્યાર સુધી અંદાજે ૪૦૦ જેટલી કથાઓ કરનાર પૂજ્ય કાલીદાસ બાપુને ૧૯૯૮ માં અચળેશ્વર મહાદેવ મંદિર રાણીપ ખાતે ૧૩ દિવસીય શિવકથા કરેલ તેનું વિશેષ સ્મરણ છે.આ કથાના માધ્યમથી તેમણે બે બ્રાહ્મણ અનાથ દીકરીઓ અને બે દીકરાઓને દત્તક લઈ તેમનાં લગ્ન કરાવ્યાં હતાં.ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ એમ અનેક રાજયોમાં એમની કથાઓ થઈ છે.ર૦૦૧ માં નારાયણ ચોકડી અમદાવાદ ખાતે કસાઈઓએ તેમની ટીમ ઉપર હુમલો કરતાં તેમની સાથેના બે માણસો માર્યા ગયા અને તેમને પણ ખૂબ જ ઈજાઓ થઈ હતી.તેમનાં ધર્મપત્નીનું સંકલ્પબળ, શ્રદ્ધા બળ,પતિવ્રત અને પ્રભુભક્તિથી તેઓ બચી ગયેલ. તેમને થયેલ ઈજાથી તમામ ડૉકટરોએ તેઓ બચી શકશે નહીં તેવું કહેલ પરંતુ ગૌમાતાઓને તેમની જરૂર હતી તેથી તેઓ બચી ગયા. અમદાવાદના ડૉ.નાગપાલે તેમની સારવારના રૂા.૩,૮૦,૦૦ હજાર લીધેલ તેમાં વધારે રકમ ઉમેરીને રૂા.૪,રપ,૦૦૦ પરત આપ્યા હતા. પૂજ્ય કાલીદાસ બાપુને તેમની ગૌસેવા બદલ વંદન કરવા, આશીર્વાદ લેવા અને અભિનંદન આપવા તેમનો મો.નં. ૯૮૭૯૧૧પ૬૯૦ છે.

કથા નિમિત્તે તેઓ કોઈ ચાર્જ લેતા નથી પરંતુ જે કંઈ ભેટ આવે તે તમામ રકમ તેઓ ગૌસેવા, કન્યા કેળવણી કે જરૂરીયાતમંદ બાળકો પાછળ વાપરી નાખે છે.પૂજ્ય કાલીદાસ બાપુ બપોરે મગ અને સાંજે માત્ર દૂધ કે એકાદ ફળ લે છે.તેમના ગુરૂજી પૂજ્ય પરસોત્તમદાસજી મહારાજ સંવત ર૦૪પ અષાઢ વદ-ર ના બ્રહ્મલીન થયા એ દિવસે જ દેકાવાડામાં તેમની ધજા ચઢાવી તેમણે ગૌસેવાના કાર્યને આગળ ધપાવ્યું. ગુરૂજીએ જે ત્રિમૂર્તિ સ્વરૂપ આપેલ એને મઢાવીને તેઓ કાયમ વ્યાસપીઠ ઉપર સાથે જ રાખે છે.ભાઈ રમેશભાઈ ઓઝા,પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય જાનકીદાસજી બાપુ (કમીજલા),પૂજય શંભુ મહારાજ જેવા અનેક સંતો, મહંતો, કથાકારો સાથે તેમનો નાતો રહ્યો છે.ભારતીય સંસ્કૃતિ, હિંદુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિનું રખોપું કરવાની આપણા સૌની નૈતિક ફરજ છે તેવું તેઓ માને છે.પૂજ્ય ડોંગરેજી મહારાજનું ભાગવત સહિત વિવિધ ધાર્મિક ગ્રંથોનો તેમનો ઉંડો અભ્યાસ છે.માતાઓ,બહેનો, દીકરીઓ કોઈપણ સંતના ચરણસ્પર્શ કરે તે વ્યાજબી નથી તેવું તેઓ માને છે અને તેઓ પણ કોઈ બહેનોન. ચરણસ્પર્શ કરવા દેતા નથી.ગુરૂ અને ગાયનો અપરંપાર મહીમા છે તેવું તેઓ દ્રઢપણે માને છે.ભારત હિંદુ રાષ્ટ્ર ઘોષિત થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.આઝાદી વખતે ૩૦૦ આસપાસ કતલખાનાં ભારતમાં હતાં અને હાલમાં હજારો કતલખાનાં છે તેવા સંજાેગોમાં ગાયોની રક્ષા કરવા સૌ હિંદુઓએ મક્કમ થવું જ પડશે તેવું તેઓ માને છે. અત્યારે અનેક પ્રકારના ખાદ્યપદાર્થોમાં પ્રાણીજ દ્રવ્યો વપરાય છે તેનાથી હિંદુઓએ ચેતવાની જરૂર છે તેવો તેમનો આગ્રહ છે.ગૌ,ગંગા, ગાયત્રીને કેન્દ્રમાં રાખી ગૌમાતા માટે જીવન સમર્પિત કરનાર શીવશક્તિ ગુરૂ ગૌધામ આનંદ આશ્રમ દેકાવાડાના પૂજય કાલીદાસ બાપુને મળવું, વંદન કરવા, આશીર્વાદ લેવા,તેમના કાર્યમાં સહકાર આપવો અને તેમની કથા સાંભળવી એ જીવનનો અમૂલ્ય લ્હાવો છે.ગૌસેવા અર્થે જીવન સમર્પિત કરનાર પૂજ્ય કાલીદાસ બાપુને આદર અને અદબપૂર્વક વંદન.. પાયલાગણ..
ભગવાનદાસ બંધુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.