PM મોદી મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે, 4800 કરોડના 22 પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરનો સમાવેશ થાય છે. જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ આ રાજ્યોના લોકો માટે ભેટનો દોર જામી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીએ મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે. વડાપ્રધાન ઈમ્ફાલમાં રૂ. 4800 કરોડથી વધુની કિંમતની 22 વિકાસ યોજનાઓ અને અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ માહિતી વડાપ્રધાન કાર્યાલય વારા આપવામાં આવી છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે ત્રિપુરા પશ્ચિમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ , જ્યાં રાજ્યની રાજધાની સ્થિત છે, તેમણે શનિવારે PMના કાર્યક્રમ માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. 3,400 કરોડના ખર્ચે બનેલ અગરતલા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગમાં 20 ચેક-ઇન કાઉન્ટર, છ પાર્કિંગ બે, ચાર-પેસેન્જર બોર્ડિંગ બ્રિજ અને અન્ય પેસેન્જર-ફ્રેંડલી સુવિધાઓ હશે.

રેલી માટે લગભગ 25,000 લોકો એકઠા થશે. સ્થળ પર VIP અને VVIP માટે એકથી વધુ પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. PM મોદી 4 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ગ્રામીણ સુરક્ષા યોજના પણ લોન્ચ કરશે, જે અંતર્ગત ગામડાઓના વિકાસ માટે ગ્રામ પંચાયતોને ફંડ ફાળવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.