ભારતીય કેપ્ટન કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં વિજય મેળવતાની સાથે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું

Sports
Sports

આ સાથે તે સાઉથ આફ્રિકાની ભૂમિ પર એકથી વધુ ટેસ્ટ મેચ જીતનારો ભારતનો સૌપ્રથમ કેપ્ટન બની ગયો હતો. ભારતે આ અગાઉ છેલ્લે ૨૦૧૮માં જોહનીસબર્ગમાં રમાયેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૬૩ રનથી હરાવ્યું હતુ. તે ટેસ્ટમાં કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમે ડુ પ્લેસીસની આગેવાની હેઠળની ટીમને મહાત કરી હતી.

સાઉથ આફ્રિકાની ભૂમિ પર ભારતને સૌપ્રથમ ટેસ્ટ વિજય અપાવવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. જે હાલ ટીમ ઈન્ડિયાના કોચ છે. દ્રવિડની કેપ્ટન્સીમાં ભારતે ૨૦૦૬ના સાઉથ આફ્રિકા પ્રવાસમાં જોહનીસબર્ગમાં ગ્રીમ સ્મિથની આગેવાની હેઠળની ટીમને ૧૨૩ રનથી હરાવી હતી. જે પછી વર્ષ ૨૦૧૦માં ધોનીની કેપ્ટન્સી હેઠળ ભારતે ડરબન ટેસ્ટમા સાઉથ આફ્રિકાને ૮૭ રનથી હરાવ્યું હતુ. તે સમયે પણ ગ્રીમ સ્મિથ સાઉથ આફ્રિકાનો કેપ્ટન હતો.

ભારતીય કેપ્ટન કોહલીએ સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ ટેસ્ટ જીતનારા કેપ્ટન તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે. કોહલીએ સેન્ચુરિયનની જીત સાથે સાઉથ આફ્રિકા સામે કુલ ૮મી ટેસ્ટ મેચ જીતી હતી. કોહલી અગાઉ આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન પોન્ટિંગ મેળવી ચૂક્યો છે. તેણે પણ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ ટેસ્ટમાં જીત અપાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.