ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર રોસ ટેલરે આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય

Sports
Sports

૧લી જાન્યુઆરીથી ઘરઆંગણે શરૃ થઈ રહેલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી તેની કારકિર્દીની આખરી રેડ બોલ ક્રિકેટ સિરિઝ બની રહેશે. જ્યારે માર્ચ મહિનામાં ન્યુઝીલેન્ડમાં યોજાનારી નેધરલેન્ડ સામેની શ્રેણીમાં તે છેલ્લીવાર વન ડે રમશે.

૩૭ વર્ષનો ટેલર ૧૧૦ ટેસ્ટ રમી ચૂક્યો છે અને ટેસ્ટ તેમજ વન ડેમાં ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે ટેસ્ટમા ૭,૫૮૪ અને ૨૩૩ વન ડેમાં ૮૫૮૧ રન નોંધાવ્યા છે. તેણે ૨૦૦૬માં વિન્ડિઝ સામેની વન ડેથી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જ્યારે ૨૦૦૭માં તે સાઉથ આફ્રિકા સામે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમ્યો હતો.

ટેલરે અગાઉ ૨૦૨૩ના વન ડે વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે હવે તે ઘરઆંગણાની સિઝન પુરી થાય તેની સાથે નિવૃત્ત થઈ જવા ઈચ્છે છે. આગામી સિઝનમાં ન્યુઝીલેન્ડની ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે, જેમાં ટેલર જોડાવાનો નથી. ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ત્રણ વન ડે રમવાની છે. જે પછી તેઓ ઘરઆંગણે પાછા  ફરીને નેધરલેન્ડ સામે રમવાના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.