પાલનપુર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીનું ફરજ દરમ્યાન અકાળે મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર, વડગામ : વડગામ તાલુકાના સ્ટેટ વખતના જાગીરદાર સમાજના પાંડવા ગામના પરિવારની પોલીસકર્મી દીકરી ફરજ કાળ દરમિયાન અચાનક બિમાર થઈ જતાં મહેસાણા ખાતે ડોકટરો દ્વારા મૃત જાહેર કરાતાં પરીવાર તેમજ સમાજમા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
વડગામ તાલુકાના પાંડવા ગામના વતની ફરહાનાબેન જાગીરદાર સમાજ ના સૌ પ્રથમ મહિલા પોલીસ કર્મચારી હતા.જેઓ વડગામ તાલુકાના છેવાડાના અંતરિયાળ મોકેશ્વર પાસે પાંડવા ગામના જાગીરદાર ઐયુબખાન મહેમુદખાન ધોરીની સુપુત્રી અને પાલનપુરના હેબતપુર ગામના જાગીરદાર ઘરાના સાથે નિકાહ કરવામાં આવ્યા હતા. જાગીરદાર સમાજમા મહિલાઓ પોતાની માન મર્યાદામાં માનતા હોવા છતાં આધુનિક યુગમાં જાગીરદાર સમાજ માટે મહિલાઓને પ્રેરણા પૂરી પાડવા મહિલા, દીકરીઓ ભણીગણી આગળ આવે તે માટે રેલવે પોલીસમાં નોકરી મેળવી પાલનપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા હતા. જેમનું અચાનક ચાલુ નોકરી દરમિયાન બિમાર થતાં મહેસાણા ખાતે સારવાર લઈ રહ્યા હતા.
જે દરમિયાન અકાળે મૃત્યુ થતાં આખા જાગીરદાર સમાજમા અને વડગામ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.તેઓ જાગીરદાર સમાજની મહિલાઓ માટે હમેશા પ્રેરણારૂપ બની રહેશે. હાલના પવિત્ર રમઝાન માસમાં અચાનક ચાલુ નોકરીએ બિમાર થતાં મહેસાણા ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.