હાર્દિકની પત્ની નતાશા ફરીથી પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા

Sports
Sports

ઈન્ડિયન ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2020માં પિતા બનવાની જાણકારી આપી બધાને ચોંકાવી દીધા હતા. તેવામાં અત્યારે ઈન્જરીમાંથી રિકવર થઈ રહેલા હાર્દિક પંડ્યા પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન હાર્દિકે સોશિયલ મીડિયામાં શેર કરેલી ક્રિસમસ તસવીરો પછી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તેની પત્ની નતાશા ફરીથી પ્રેગ્નેન્ટ છે. તેવામાં આ તસવીરોમાં નતાશાનું બેબી બમ્પ સ્પોટ કરી ફેન્સે પંડ્યા પરિવારને શુભેચ્છા પાઠવવાનું પણ શરૂ કરી દીધું છે.

25 ડિસેમ્બરે હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા અને પોતાના પરિવાર સાથેની તસવીરો શેર કરી છે. જેમાં નતાશાના પિંક ડ્રેસમાં ગ્લેમરસ ફોટોઝ પણ વાઈરલ થવા લાગ્યા હતા. ત્યાર પછી ફેન્સે નતાશા પ્રેગ્નેન્ટ હોવાની વાત કરવાનું શરૂ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે નતાશાની તસવીરોમાં તેને બેબી બમ્પ હોય તેવું લાગી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.