ટેકનો કૈમન 18માં 7 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ એક્સપેન્શન સાથે 48 એમપીનો સેલ્ફી અને 48 એમપીનો રિઅર કેમેરા, કિંમત માત્ર 14,999 રૂપિયા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, ગ્લોબલ પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનોએ પોતાની લોકપ્રિય કેમેરા કેન્દ્રિ કૈમન સીરિઝમાં વધુ એક બ્લોકબ્લસ્ટર સ્માર્ટફોન કૈમન 18 લોન્ચ કર્યો છે. આ રીતે ટેકનોએ ફરી એખવાર પોતાની સેગમેન્ટ-ફર્સ્ટ શાખને જાળવી રાખી છે. સ્માર્ટફોને ઉચ્ચ કેમેરા પિક્સલ, ટીએઆઈવીઓએસ ટેકનોલોજીથી લેસ સુપર નાઈટ, આઈ ઓટોફોકસ અને પ્રોફેશનલવીડિયો શૂટિંગના અનુભવમા ટ્રાન્જિશન કર્યુ છે. ભારતમાં જનરેશન ઝેડના ગ્રાહકોની શોર્ટ વીડિયો જોવાની આદતને ધ્યાનમા રાખી કૈમન 18 આઠ થીમ્સમાં ફિલ્મ મોડની અનોખી વીડિયો ક્ષમતાઓ સાથે લોન્ચ કરવામા આવ્યો છે.

 ટેકનો ફરી એકવાર સંપૂર્ણ રીતે સ્માર્ટફોન કૈમરાનો અનુભવ વધુ વધારવા માટે તૈયાર છે. કંપનીએ ખાસ ઝડપી ગતિથી વધઈ રહેલા ડિજિટલ યુગના લોકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને આ ફોન લોન્ચ કર્યો છે, જે બજેટમાં પણ ફીટ હોવા સાથે પોતાના ફોનમાં ટોપ ક્વોલિટીની તમામ વિશેષતાઓ ઈચ્છે છે.  ટેકનો કૈમન 15 હજાર રૂપિયાથી ઓછી કિંમત વાલા સ્માર્ટફોનની શ્રેણીમાં પ્રથમ અને એક માત્ર ફોન છે, જે ખૂબ જ સારી વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની ક્ષમતા ઓફર કરે છે. આ સ્માર્ટફોનમાં 48 એમપી એઆઈ ફ્રંટ કેમેરો અને 48 એમપીના એઆઈ ટ્રિપલ રીઅર કેમેરાનું સંયોજન કરવામા આવ્યુ છે. કૈમન 18માં 6.8 ફુલ એચડી પ્લસ ડોટ ઈન ડિસ્પ્લે આપવામા આવી છે. આ મેમરીના વર્ચ્યુઅલ વિસ્તારની સુવિધા સાથે ડૈઝલિંગ-ફાસ્ટ મીડિયાટેક હેલિયો જી 85 પ્રોસેસરથી સજ્જ છે. આ ઉપરાંત 7 જીબીની રૈમ વર્ચ્યુઅલ મેમરી એક્સ્ટેન્શન છે,જે કન્ટેન્ટ જોવામાં ફોનને પરફેક્ટ ડિવાઈસ બનાવે છે.

 કેમરા અને મોબાઈલ ટેકનોલોજી હંમેશા સાથે સાથે વિકસીત થઈ છે અને આધુનિક સ્માર્ટફોનના વિકાસ પર આ ટેકનોલોજી ખૂબ જ ઉંડો પ્રભાવ પાડે છે. ટેકનોની પોતાની આગવી મોબાઈલ ઈમેજિંગ ટેકનોલોજી ટીએઆઈવીઓએસ દ્વારા યુઝર્સને પિક્સલ લેવલ પર ફોટોનું વિશ્લેષણ કરવાની અને તેનુ ફરીથી સંયોજન કરવાની ખાસ સુવિધા મળે છે. જેનાથી યુઝર્સને આ સ્માર્ટફોન સૌથી વધુ સારો ફોટોગ્રાફસ આપે છે. ઓલ ન્યુ કૈમન 18 સ્માર્ટફોન સાથે આ ટેકનોલોજીનો વિસ્તાર વીડિયો સુધી કરવામા આવ્યો છે. હાર્ડવેર માત્ર અડધી લડાઈ છે. ટીએઆઈવીઓએસ લેબના કેમરાના સોફ્ટવેરને સુધારવા માટે સતત કામ કરવામા આવ્યુ છે,જેનાથી ગ્રાહકોને આ સ્માર્ટફોનના વપરાશનો શાનદાર અનુભવ મળી શકે.

 ટ્રાન્સિયાન ઈન્ડિયાના સીઈઓ શ્રી અરિજિત તાલાપાત્રાએ આ લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે અમે હંમેશા નવી નવી પ્રોડટક્સ અને ટેકનોલોજી વિકસિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે અમારા ગ્રાહકો માટે સંભાવનાઓની નવી દુનિયાના દરવાજા ખોલવા માટે પ્રેરિત થયા છે. આ ઝેડ જનરેશનના લોકોની ઝડપી જિંદગીમાં પુરી રીતે ફિટ બેસે છે. પાછલા વર્ષની સરખામણીએ ડિજિટલ કન્ટેન્ટ બનાવવાની વિવિધ શૈલીઓ અને વપરાશ મુજબ એક વિસ્ફોટક વધારો જોવા મળ્યો છે, શોર્ટ ફોર્મના વીડિયો બનાવવાના ટ્રેન્ડે સ્થિર રીતે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. ઓલ ન્યુ કૈમન 18 ફોનને અમારા નવા યુગના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામા આવ્યો છે. આ બિગ સ્ક્રિન અને શક્તિશાળી પ્રોસેસરના સંગમ સાથે પ્રો ગ્રેડ કેમરાની ક્ષમતાઓ પુરી પાડે છે. જેનાથી ગ્રાહકોને કોઈ પમ મુશ્કેલી વગર સ્માર્ટપોનના વપરાશનો બેજોડ અનુભવ મળે છે. બ્રાન્ડ ટેકનો પહેલા જ 10 હજાર રૂપિયાથી ઓછી કિંમત વાળા વર્ગમાં મજબૂત છે અને આ પાછલા બે ત્રિમાસિક ગાળાથી સતત ટોપ 5 સ્માર્ટફોનમાં અગ્રેસર રહ્યો છે. પોતાના નવા કૈમન સીરિઝ સ્માર્ટફોન્સ સાથે આ બ્રાન્ડે 10 હજાર રૂપિયા અને તેનાથી ઉપરની શ્રેણીના સ્માર્ટફોન્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

મોડલ કિંમત મુખ્સ વિશેષતાઓ મર્યાદિત સ્ટોક સાથે ઉપલબ્ધ ઓફર
કૈમન 18 4જીબી પ્લસ 128 જીબી સ્ટોરેજ –આ સાથે ફોનની વર્ચ્યુઅલ મેમરીને 3જીબી સુધી વધારી શકાય છે.

 

 

14999 રૂપિયા

48 એમપીનો ટ્રિપલ રિઅર કેમેરા પ્લસ 48 એમપીનો ડોટ ઈન સેલ્ફી કેમરા બે રંગો ,ડસ્ક ગ્રે અને આઈરિસ પર્પલમાં ઉપલબ્ધ

1999 રૂપિયાની કિંમતના મફત વાયરલેસ બડસ 2

ટેકનો કૈમન 18ની મુખ્ય વિશેષતાઓ

  • અલટ્રા ક્લિયર 48 એમપીનો એઆઈ સેલ્ફી કેમેરા

કૈમન 18માં 48 એમપીનો ફ્રંટ અને ટાઈની ડોટ ઈન સ્ટાઈલ કેમેરો ઓફર કરવામા આવ્યો છે. જેમાં એડજસ્ટ થઈ શકે તેવી ડ્યુઅલ બ્રાઈટનેસ ફ્લૈશલાઈટનુ ફીચર આપવામા આવ્યુ છે. જેનાથી આઈ ઓટો ફોકસ સાથે ખૂબ જ સારા ફોટોગ્રાફસ મળે છે. આ ફોનમાં સુપર નાઈઠ, ટાઈમ લૈપ્સ, એઆઈ બ્યુટી જેવા  યુઝર ફ્રેન્ડલી મોડ આપવામા આવ્યા છે,જે સેલ્ફીની સુંદરતાને વધુ નિખારે છે. એઆઈ બ્યુટી ફંકશનને આ ફોનમાં વધુ ફીચર્સને સમાવવા માટે સક્ષમ બનાવાયો છે. જેનાથી દાઢી, આંખની પાંપણના વાળ અને નાકને ખૂબ જ બારીકાઈથી ફોકસ કરીને જોઈ શકાય છે. યુઝર્સ વાઈડ સેલ્ફી, એઆઈ પોટ્રેટ મોડસનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આ ફોનમાં ફોટો એડિટિંગ સોફટવેરને પણ યુઝર્સની હથેળીઓ સુધી સિમિત કરી દીધુ છે.

 

  • પ્રોફેશનલ ગ્રેડ 48 એમપી એઆઈ ટ્રિપલ રિઅર કેમેરા

કૈમન 18માં એફ 1.79 અપાર્ચર અને અલ્ટ્રા-ક્લિયર શોર્ટસ માટે પીડીએએફ ટેકનોલોજી સાથે 48 એમપી પ્રાઈમરી કેમેરા સામેલછ . 2 એમપીના ડેપ્થ લેન્ચસ અને એઆઈ લેન્ચસ પણ છે. જેનાથી ફોનની હાઈ રિઝોલ્યુશન ફોટો સાથે દરેક પિક્સલમાં ખૂબ જ સ્પષ્ટતા છે. ડ્યુઅલ ફ્લૈશ સાથે મળનારા રિઅર કેમેરામાં અંધારામાં પણ ફોનના ઝબરદસ્ત પ્રકાશમાં ફોટો ક્લિક કરી શકાય છે. કૈમન 18માં ગ્રાહકોને કોઈ પણ ડિટેઈલમિસ કર્યા વગર યાદગાર તસવીરો ખેંચવામાં મદદ મળે છે.

 

  • ટીએઆઈવીઓએસ સુપર નાઈટ અને પ્રોફેશનલ વીડિયો શૂટિંગ

કૈમન 18ના સ્માર્ટફોનમાં અલ્ટ્રા પ્રોફેશનલ વીડોય મોડમાં 2 કે ક્લેરિટીના વીડિયો રેકોર્ડ થઈ શકે છે. આ ટીએઆઈવીઓએસ ટકેનલોજીતી સજ્જ છે,જેમાં એક્સક્લુઝિવ સુપર નાઈટ મોડ સાથે બેજોડ તસવીરો ખેંચી શકાય છે.  8 થીમ સ્ટાઈલ સાથે ફિલ્મ મોડના ફીચર્સ પણ છે, જેનાથી ઘણા સીન શૂટ કરી શકાય છે, મૂવી અને વીડીવી ટેમ્પલેટ વન ક્લિક રેકોર્ડિંગ સાથે બનાવી શકાય છે. વપરાશકર્તાઓને ખૂબ જ બેસ્ટ ઓડિયો વિઝ્યુઅલ અનુભવ મળે છે. આ ફોનમાં 2કે ટાઈમ લૈપ્સના ફીચર ખૂબ જ બુધ્ધિમત્તાપૂર્ણ રીતે ફંટ અને રિઅર કેમેરા શૂટિંગ સ્પીડને પોતાની અનુકુળ બનાવી લે છે. આ સ્માર્ટ ફોન સ્લો મોશન, શોર્ટ વીડિયો, વીડિયો બોકેહ અને વીડિયો બ્યુટી મોડસથી સજજ છે. જેનાથી દર્શકોને પ્રોફેશનલ વીડિયોગ્રાફીનો બેમિશાલ અનુભવ મળે છે.

 

  • ટાઈની ડોટ-ઈન ડિઝાઈન સાથે 6.8 ઈંચનો એએફડી+ ડિસ્પ્લે અને પ્રીમિય ડિઝાઈન

કૈમન 18માં મોટી 6.8 ઈંચની એએફડી+ ડિસ્પ્લે છે. સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.52 ટકા છે. યુઝર્સને ખૂબ જ સારી રીતે ચમકદાર વીડિયો જોવાનો અનુભવ મળે  તે માટે આ ફોનમાં 17.27 સેમીની ડોટ-ઈન ડિસ્પ્લે આપવામા આવી છે.  396 પીપીએલ પિક્સલ ઘનત્વથી એકદમ પરફેક્ટ રંગ ઉભરે છે. જેનાથી આ ફોનને સીધા સૂર્ય પ્રકાશન સામે સરળતાથી વાપરી સકાય છે. આ ફોનમાં 500 નિટ્સની ચમક સાથે સ્ક્રીનની વિઝિબિલિટી નિખરે છે અને આ બહાર તડકામાં એકદમ પરફેક્ટ રીતે દેખાય છે. 120 હર્ટઝનો ટચ સ્પેલિંગ રેટ બેસ્ટ ટચ રીસ્પોન્સની પરવાનગી આપે છે. IPx2 ની રેટિંગ સાથે ફોન પર પાણીના છાંટાની પણ કોઈ અસર થતી નથી. ટફેન્ડ એનઈજી ટી2એક્સ-1 સ્ક્રેચ રેજિસ્ટેન્ટ કોઈ પણ રીતના વપરાશ માટે એકદમ પરફેક્ટ બનાવે છે.

 

  • 7 જીબી રેમ સુધીનું મેમરી ફ્યુઝન

સ્માર્ટફોનને 4 જીબી LPDDR4x રેમ અને 128 જીબીની રોમની મદદ મળે છે. આ ઉપરાંત 3 જીબી સુધી વર્ચ્યઅલ રૂપથી મેમરી વધારી શકાય છે. જ્યાં ઓએસ ઈન્ટરનેશનલ સ્ટોરઝ (રોમ)થી ફિઝિકલ મેમરી (રૈમ)માં ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. જો રૈમની મેમરી આ માટે પુરતી નથી તો ઈન્ટરનેશનલ સ્ટોરેઝને ડેડિકેટેડ એસડી કાર્ડ સ્લોટથી 512 જીબી સુધી વધારી શકાય છે.

 

  • વીજળીની ગતિ જેટલુ ઝડપી મીડિયા ટેક હેલિયો જી-85 પ્રોસેસર

કૈમન 18માં શક્તિશાળી મીડિયાટેક હેલિયો જી85 ગેમિંગ પ્રોસેસર સાથે આ હાઈપર એન્જિન ગેમિંગ માટે બિલ્કુલ અનુકળ છે. જેનાથી આ ફોન પર ગેમ રમવાનો અવિશ્નિય અનુભવ મળે છે. 1 ગીગાહર્ટઝની આર્મ માલી જી52 એમસી2 જીપીયુ સાથે અદભુત પ્રોસેસિંગ પાવરથી સજજ છે. જે સ્ક્રીન પર આવનારા કન્ટેન્ટને શાનદાર રીતે ઉભારીને રજૂ કરે છે. ટચ ઈનપુટ, ઈન્ટર ફ્રેમ અને ઈન્ટ્રા ફ્રમની ભવિષ્યવાણીનો એલગોરિથમ ઓફર કરવામા આવ્યો છે. જેનાથી ખૂબ જ સરળતાથી તસવીરો અને વીડિયો શૂટ કરી શકાય છે. સરળતથા મલ્ટી મીડિયા બ્રાઉઝિંગ કરી શકાય છે અને ગેમ્સ રમી શકાય છે.

 

  • 18 વોટના ફાસ્ટ ચાર્જર સાથે ઉચ્ચ ક્ષમતાની 5000 એમએચની બેટર

કૈમન 18માં 5000 એમએએચની શક્તિશાળી બેટરી સાથે 18 વોટનુ ટાઈપ સી ફ્લેશ ચાર્જર પણ છે. જે 32 દિવસનો સ્ટેન્ડબાય ટામઈ, 37 કલાકનો કોલિંગ ટાઈમ, 24 કલાકનુ વીડિયો પ્લેક અને 163 કલાકનું મ્યુઝિક પ્લેબેક ઓફર કરે છે. ઉપરાંત વધુને વધુને સ્ટેન્ડ બાય ટાઈમ માટે અલ્ટ્રા પાવર સેવિંગ મોડથી સજજ છે. બૈટરી લેબ લાંબા સમય સુધી પાવર બેકઅપ માટે બેસ્ટ એપ્લિકેશન્સને પોતાની રીતે અનુકુળ બનાવી પ્રયોગ કરે છે.

 

  • ડીટીએસ સાઉન્ડ અને સોપ્લે 2. સાથે જબરદસ્ત ઓડિયો અનુભવ

કૈમન 18 ઘણા આકર્ષક ઓડિય ફીસર્ચ સાથે ઉપલબ્ધ કરવામા આવ્યો છે. જેમાં ઓડિયોને પ્રભાવશાળી બનાવવા માટે ડીટીએસ સાઉન્ડની સુવિધા છે. આ હાઈ રીઝ્યોલ્યુશન ઓડિયોને સપોર્ટ કરે છે. એપથી યુઝર્સ પોતાના મનપસંદ ગીતો-સંગીત સાંભળી શકે છે.  આ વોઈસ રેકોર્ડિંગ, ગીતોના બોલ લખવામા અને વન ક્લિક રિંગટોન માટે પરફેક્ટ છે.સૌથી સારી વાત એ છે કે આ મટે ઈન્ટરનેટની કોઈ જરૂરત પડતી નથી.

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.