૨૫ જૂનથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થશે : શિક્ષણ મંત્રીની જાહેરત

ગુજરાત
ગુજરાત

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ યુજીસી ગાઈડલાઈન્સ અનુસાર યુજીની ટર્મિનલ ફાઈનલ સેમેસ્ટર વર્ષની પરીક્ષાઓ આગામી ૨૫ જૂનથી અને પીજીની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ તારીખ ૨૫ જૂનથી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો હોવાનું જણાવ્યું છે. સાથે જ કહેવાયું છે કે, પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે અને જરૂર જણાય ત્યાં મલ્ટીપલ શિફ્ટમા પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાઓ તાલુકા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.

કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના ૫૦% ગુણ પ્રિવીયસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે. જેને મેરિટ લિસ્ટ તરીકે ઓળખવામાં આવશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.

અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે સો ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.

કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ ૨૦૧૯ -૨૦ માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે. આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે. એસીપીસી સિવાયના એડમિશન તારીખ ૧૫ જૂનથી શરૂ થશે. પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી ૯૦ ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના ૧૦ ટકા એડમિશન સીબીએસસી અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયેથી ઓગસ્ટ ૨૦૨૦માં કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહના કોર્સના પ્રવેશ ફોર્મ તારીખ ૨૬ મે ૨૦૨૦થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે. સેમેસ્ટર ૩, ૫, અને ૭નું શૈક્ષણિક કાર્ય ૨૧ જૂન ૨૦૨૦૯થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-૧ તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૦ શરૂ કરાશે. એસીપીસી કોર્સમાં લેવાયેલ અભ્યાસક્રમો માટે તારીખ ૩૦ -૭- ૨૦૨૦ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.