ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડ સ્કાય સ્પોર્ટ્સ કોમેન્ટેટરનો રોલ છોડી રહ્યા છે
ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ ડેવિડ લોયડે જાહેરાત કરી કે તે સ્કાય સ્પોર્ટ્સ કોમેન્ટેટરનો રોલ છોડી રહ્યા છે. તેમણે બે દાયકાથી વધુ સમય સુધી કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી. લોયડ ૭૪ વર્ષનાં છે અને તે ૧૯૯૯માં સ્કાય સ્પોર્ટ્સ ટીમ સાથે જાેડાયા હતા.
આ પછી તે ક્રિકેટ કવરેજનો જાણીતો અવાજ બની ગયા હતા. તેમણે ૨૦૧૫માં ટ્રેન્ટબ્રિજ ખાતે એશિઝ ટેસ્ટ સહિત અનેક મહત્વપૂર્ણ મેચોની કોમેન્ટ્રી કરી હતી. આ મેચમાં સ્ટુઅર્ટ બ્રોડે ૧૫ રનમાં આઠ વિકેટ ઝડપી હતી અને ઈંગ્લેન્ડે પહેલા દિવસે જ ઓસ્ટ્રેલિયાને ૬૦ રનમાં સમેટી દીધું હતું.
ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ બેટ્સમેન અને કોચ ડેવિડ લોયડે મંગળવારે કોમેન્ટ્રીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. લોયડ સ્કાય સ્પોર્ટ્સમાં નોકરી કરતો હતો અને તેના સાથીદારો તેને ‘બમ્બલ’ તરીકે ઓળખતા હતા.