કિઆ કારેન્સ, ત્રણ-હરોળ ધરાવતું રિક્રિએશનલ વ્હીકલ, વિવિધ વેરિયાન્ટમાં છ સ્ટાન્ડર્ડ એરબેગ્સ સાથે ભારતમાં લોંચ થાય છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

 કિઆ કોર્પોરેશને આજે ભારતમાં એક વર્લ્ડ પ્રિમિયર ઈવેન્ટ દરમિયાન કારેન્સ લોંચ કરી છે. આ રિક્રિએશનલ વ્હીકલ (RV) કિઆની વધુ એક મેડ-ઈન-ઈન્ડિયા વૈશ્વિક પ્રોડક્ટ છે કે જે પરિવાર સાથે મુસાફરી કરનારા માટે એક જ સહિયારા પેકેજમાં વૈભવશાલી આધુનિકતા અને SUVની સ્પોર્ટીનેસ પ્રસ્તુત કરે છે.

કિઆ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ, તાએ-જીન પાર્કે કહ્યું હતું કે, “ભારત એક વૈવિધ્યસભર દેશ છે અને અહીંના લોકોની પસંદગીઓ ભિન્ન છે. મારું માનવું છે કે કારેન્સને વિકસાવતી વેળાએ આ એક સૌથી રોમાંચકારી પાસું છે જેને ઉજાગર કરવાનો અમે પ્રયાસ કર્યો છે. તે સુરક્ષિત, ફીચરથી સમૃદ્ધ, કલાત્મક ડિઝાઈનયુક્ત અને સાથે-સાથે આરામદાયક અને ક્લાસી છે, તેમાં એ તમામ વસ્તુઓ છે જે એક આધુનિક ભારતીય પરિવાર પોતાના વાહનમાં ઈચ્છે છે. કારેન્સ, તમામ પાસામાં, કિઆ તરફતી એક અન્ય વાસ્તવિક ગ્રાહક-કેન્દ્રિત ઓફરિંગ છે. આ વાહન પરિવારના પરિવહનમાં ક્રાંતિકારી ફેરફારો લાવીને તેની પુનઃવ્યાખ્યા કરવા સજ્જ છે. તે વધુ એક ગેમ-ચેન્જિંગ પ્રોડક્ટ છે કે જે અમારા અતુલ્ય ભારતીય ગ્રાહકોને સમર્પિત છે.”

કિઆ કારેન્સની ડિઝાઈન આધુનિક ભારતીય પરિવારો માટે કરાઈ છે, અને તે પોતાની શ્રેણીનો સૌથી લાંબો વ્હીલબેઝ અને મોકળાશયુક્ત ત્રણ-રો સીટર ધરાવતી આરામદાયક કાર છે. આ કાર સાથે આવે છે તમામ ટ્રીમમાં સ્ટાન્ડર્ડ તરીકે ભારતમાં પહેલી વાર હાઈ-સિક્યોર સેફ્ટી પેકેજ, કે જેમાં સામેલ છે છ એરબેગ્સ, જે તેને ભારતમાંના સૌથી સુરક્ષિત વાહનોમાંનું એક બનાવે. કિઆ કારેન્સ એક કનેક્ટેડ કાર પણ છે જે ઘણા આ શ્રેણીના અગ્રેસર ફીચર્સ સાથે આવે છે, અને આ ઈન્ડસ્ટ્રીમાં નવું સીમાચિહ્ન સ્થાપિત કરે છે.

“તેની બોલ્ડ ડિઝાઈન, હાઈ-ટેક ફીચર્સ, અને આ ઈન્ડસ્ટ્રીમાં-અગ્રણી સુરક્ષા સિસ્ટમ સાથે, કિઆ કારેન્સ ફેમિલી વ્હીકલ્સ માટે આ ઈન્ડસ્ટ્રીના સીમાચિહ્ન અને સંપૂર્ણ નવા સેગમેન્ટની રચના કરવા સજ્જ છે,” એમ કિઆ કોર્પોરેશનના પ્રેસિડેન્ડ અને સીઈઓ હો સંગ સોંગે જણાવ્યું હતું. “કિઆ ભારતમાં કારેન્સને લોંચ કરવાથી ગર્વાન્વિત છે, જ્યાં નવા વિચારો અને નવતર પ્રયોગો આકાર લઈ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે, કિઆ કારેન્સ આધુનિક પરિવારોને બંને તેમના રોજિંદા અને આનંદપ્રમોદના જીવનમાં અર્થપૂર્ણ અનુભૂતિ પૂરી પાડશે.”

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.