ટેકનો રજૂ કરે છે ઓલ ન્યુ સ્પાર્ક 8T સ્માર્ટફોન

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ગ્લોબલ પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનો દ્વારા પોતાના સૌથી વધુ લોકપ્રિય સ્પાર્ક સીરિઝ પોર્ટફોલિયો અંતર્ગત  વધુ એક ઓલ રાઉન્ડર સ્માર્ટફોન ઓલ ન્યુ સ્પાર્ક 8T લોન્ચ કરવામા આયો છે. જેની કિંમત 8,999 રૂપિયા છે. આ ફોનમાં સેગમેન્ટમાં ઘણા નવા ફીચર્સ પ્રથમવાર રજૂ થયા છે. જેમાં 50 મેગા પિક્સલ્સનો ડ્યુઅલ રીઅર હાઈ રીઝોલ્યુશન કેમેરો, 6.6 એફએચડી ડિસ્પ્લે, ગેમિંગ માટે ખાસ રીતે બનાવવામા આવેલા હેલિયો જી-35 પ્રોસેસર અને મહાકાય 5000 એમએચની બેટરી સામેલ છે. ટેકનો આ લોન્ચિંગ સાથે ફરીથી એ જ કામ કરી રહી છે જે તે હંમેશા અલગ અંદાજમાં કરે છે, કંપનીએ સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સના પહેલેથી બનેલા ખાંચાને તોડ્યા છે ,જેમાં 5-10 હજાર રૂપિયાની શ્રેણીમાં મુખ્ય 5 સ્માર્ટફોન કંપનીઓઓમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. સ્પાર્ક 8ટી ફોન ભારતમાં હાલની નવી જનરેશનના ગ્રાહકોને એક નવા જ અંદાજમાં શ્રેષ્ઠ મનોરંજનનો અનુભવ આપવા માટે ખાસ ડિઝાઈન કરવામા આવ્યો છે.

 સ્પાર્ક સીરિઝના સ્માર્ટફોન વ્યાજબી સેગમેન્ટમાં ખૂબ જ સારો કેમરો, ડિસ્પ્લે અને ઓવરઓલ સ્માર્ટ ફોનનો અનુભવ આપવા માટે ખાસ ડિઝાઈન કરવામા આવ્યા છે. ટેકનો સ્પાર્ક 8ટી સ્પાર્ક 7ટીનુ મુખ્ય રીતે અપગ્રેડેડ વર્ઝન છે. આ નવા સ્માર્ટફોનની રજૂઆતથી ટેકનો સ્માર્ટફોનમાં મનોરંજન ફેકટરની જગ્યા વિશાળ થશે . ઓલ ન્યુ સ્પાર્ક 8ટી પોતાના સેગમેન્ટમાં એવો પ્રથમ ફોન છે,જે 50 એમપીના ડ્યુઅલ એઆઈ રીઅર કેમેરા સાથે ક્વોડ ફ્લેશની સુવિધા આપે છે. એચડી ક્લિયર ફોટોગ્રાફી માટે ઈન્ટિગ્રેટેડ એફપી સેન્સર સાથે પ્રીમિયમ ડિઝાઈનમાં તૈયાર થયેલ કેમેરો છે. પ્રોફેશનલ ફોટોગ્રાફી નો અનુભવ આપવા માટે તેમાં 1080 પી ટાઈમ લૈપ્સ અને 120 એફપીએસ સ્લો મોશન જેવા ફીચર્સ આપવામા આવ્યા છે. આ ઉપરાંત સ્પાર્ક 8Tમાં 6.6 એફએચડી પ્લસ ડિસ્પ્લે, 5000 એમએચની બેટરી અને 8 એમપીનો સેલ્ફી કેમેરા છે. આ ખૂબ સુંદર રંગો તથા પ્રીમિય અને આકર્ષક ડિઝાઈનમાં મળે છે.

 ટ્રાન્સિયાન ઈન્ડિયાના સીઈઓ શ્રી અરિજિત તાલાપાત્રાએ આ લોન્ચિંગ  પ્રસંગે જણાવ્યું કે ટેકનોમાં અમે તમામને વ્યાજબી કિંમત પર આધુનિક મોબાઈલ કેમેરા ટેકનોલોજી પુરી પાડવા માટે સતત સીમાઓ ઓળંગી રહ્યા છે. સ્પાર્ક સીરિઝ હેઠળ અમારી રણનીતિ આવા સ્માર્ટફોનના નિર્માણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાની છે, જેને ઈન્ડસ્ટ્રીના મુખ્ય ફીચર્સ સાથે જોડવામા આવ્યા હોય અને જે પોતાની વ્યાજબી અને બેમિશાલ કિંમતોથી બજેટ સેગમેન્ટ તથા મીડ બજેટ સેગમેન્ટના સ્માર્ટફોન્સમાં  ધમાકો કરી દીધો છે. તાજેતરમાં જ લોન્ચ કરવામા આલ સ્માર્ટફોન સ્પાર્ટ 8T ને જનરેશન ઝેડની જરૂરતોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામા આવ્યો છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે ઓલ ન્યુ સ્પાર્ક 8T ફોન સાથે અમે મહત્વાકાંક્ષી ભારતનું મનોરંજન કરવાની તમામ જરૂરતોને પુરી કરવામાં સફળ થઈશુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.