ફોન પે  એ સમગ્ર ભારતમાં 25 મિલિયન કરિયાણા સ્ટોર્સને ડિજિટાઇઝ કર્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લૅટફૉર્મ ફોનપે  એ આજે જાહેરાત કરી છે કે તેમણે ભારતમાં 25 મિલિયન નાના વેપારીઓ અને કરિયાણા સ્ટોર્સને ડિજિટાઇઝ કર્યા છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તેના પ્લૅટફૉર્મ પર ઑફલાઈન વેપારી ટ્રાન્ઝૅક્શન્સ એ ગયા વર્ષથી 200% ની વૃદ્ધિ દર્શાવી છે. ફોન પે  એ આ અસાધારણ વૃદ્ધિને સમગ્ર ભૌગોલિક ક્ષેત્રોમાં ઑફલાઇન વેપારી સ્વીકૃતિમાં જોવા મળેલા ઝડપી વિસ્તરણને આભારી છે, જેમાં 1,25,000 મજબૂત ક્ષેત્ર દળ છે જેઓ સમગ્ર ભારતમાં કંપનીના વેપારી સ્વીકૃતિ નેટવર્કને ચલાવવા અને સમર્થન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

ફોનપે  ના સ્થાપક અને સીઇઓ સમીર નિગમે જણાવ્યું હતું કે, “ફોન પે  ભારતના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લૅટફૉર્મ તરીકે ઉભરી આવ્યું છે અને અમે તમામ મુખ્ય માપદંડો પર ઉદ્યોગને અગ્રેસર કરી રહ્યાં છીએ જેમાં ટ્રાન્ઝૅક્શન્સનું મૂલ્ય અને વૉલ્યુમ, રજિસ્ટર્ડ યુઝરો તેમજ વેપારીનો સમાવેશ થાય છે. આ વર્ષની શરૂઆતમાં અમે સમગ્ર ભારતમાં 25 મિલિયન કરિયાણા સ્ટોર્સને ડિજિટાઇઝ કરવાનો લક્ષ્યાંક હાથ ધર્યો હતો અને છેલ્લા માઇલ સુધી ચૂકવણીને સુલભ બનાવવાના અમારા અથાક ધ્યાન અને અમારી મજબૂત અમલ ક્ષમતાઓને કારણે અમે રેકોર્ડ સમયમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો છે.”

ફોન પે  હવે 15,700 નગરો અને ગામોમાં વેપારી નેટવર્ક ધરાવે છે, જેમાં દેશનાં 99% પિન કોડનો સમાવેશ થાય છે. કંપનીએ 2021 ના અંત સુધીમાં 25 મિલિયનની સંખ્યા સુધી પહોંચવાની તેની યોજનાઓની જાહેરાત કરી હતી, અને આ લક્ષ્યાંક શેડ્યૂલ કર્યાના એક અઠવાડિયા પહેલા જ હાંસલ કર્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.