આજથી એડિલેડમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ રમાશે

Sports
Sports

એશિઝ ટેસ્ટ શ્રેણીમા 1-0થી સરસાઈ ધરાવતી ઓસ્ટ્રેલિયન ટીમ એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી શ્રેણીની બીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ જીતવા માટે ફેવરિટ માનવામાં આવે છે. જેમાં ઓસ્ટ્રેલિયા અત્યારસુધીની તમામ આઠેય ડે-નાઈટ ટેસ્ટ જીતી ચૂક્યું છે. ત્યારે તેઓ રેકોર્ડ નવમી ડે-નાઈટ ટેસ્ટ જીતવા તરફ મીટ માંડી રહ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ હારમાંથી બોધપાઠ લઈને એન્ડરસન અને બ્રોડ જેવા ફાસ્ટ બોલરોને ટીમમાં સમાવી લીધા છે. તેમના સહારે ઈંગ્લેન્ડની સફળતાની આશા છે. આમ એડિલેડમાં શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટ ભારતીય સમય પ્રમાણે સવારે 9:30થી શરૂ થશે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પ્રથમ ટેસ્ટની નિષ્ફળતા બાદ એન્ડરસન અને બ્રોડની જોડીના પુનરાગમનની તૈયારી કરી લીધી છે. જોકે ઈંગ્લેન્ડની સૌથી મોટી સમસ્યા બેટીંગ લાઈનઅપની છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન રૂટ શાનદાર ફોર્મમાં છે. જોકે તેને સામેના છેડેથી યોગ્ય સપોર્ટ મળતો નથી. ઓપનર બર્ન્સ તેમજ હામીદની સાથે સાથે મલાને વધુ જવાબદારી સાથે બેટીંગ કરવી પડશે. આ સિવાય ઓલરાઉન્ડર સ્ટોક્સ જલ્દી આગવી લય મેળવશે તો ઈંગ્લેન્ડને વધુ ફાયદો થશે. જ્યારે બીજીતરફ કમિન્સની આગેવાનીમાં વિજયી શરૂઆત કરનારી ઓસ્ટ્રેલિયન ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ઈજાગ્રસ્ત હેઝલવૂડ સિવાય અન્ય કોઈ પરિવર્તન નથી. જેના કારણે તેનું સ્થાન ઝાય રિચાર્ડસનને આપવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ટીમની બેટીંગ લાઈનઅપ યથાવત્ રાખવામાં આવી છે. જેમાં વોર્નરની સાથે હેરિસ ઓપનિંગ કરશે. જે પછી લાબુશેન અને સ્મિથ ઉતરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.