અરવલ્લીના ધનસુરામાં ૩ અને મેઘરજમાં એક મળી ૪ નવા કેસ નોંધાયા

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૧૦૭ લોકો સંક્રમિત થયા છે. જેમાં શનિવારે ધનસુરા તાલુકાના ત્રણ અને મેઘરજમાં એક વધુ નવો કોરોના પોઝિટીવના કેસ મળી આવતા જિલ્લામાં ચાર નવા કેસનો ઉમેરો થયો છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં શનિવારના રોજ ધનસુરા તાલુકમાં અંબાસર ગામમાં બે, જયારે વ્રજપુરાકંપા એક તેમજ મેઘરજ તાલુકાના ગોકચુવાણ ગામે એક કેસ નોંધાતા કુલ ચાર કેસ મળી આવ્યા હતા જેને લઇ જિલ્લામાં કોરોના પોઝિટીવનો દર્દીઓની સંખ્યા ૧૦૭ સુધી પંહોચી ગઇ છે.
જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિબંધિત વિસ્તારોમાં આરોગ્યની ટીમો હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરી છે. જિલ્લામાં હાલની પરિસ્થતિએ ૩૬૯ સેમ્પલનો રીપોર્ટ બાકી છે. જેને લઇ ૨૪૧૨ લોકોને હાલમાં હોમ કોરેન્ટાઇન કરાયા છે. અત્યારે બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ ૧૬, તેમજ મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલ ૧૧ મળી કુલ ૨૭ કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે કોવિડ કેર સેન્ટરમાં બે દર્દીને રખાયા છે. સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના એક-એક દર્દસ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.શુક્રવારે સાંજે બાયડ તાલુકાના ચોઇલા ગામના પોઝીટીવ દર્દીની વાત્રક કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર પૂર્ણ થતાં રજા આપવા આપવામાં આવતા જિલ્લામાંકુલ ૭૭ દર્દીઓ સ્વસ્થ્ય થઇ સ્વગૃહે પરત ફર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.