ટીમ ઇન્ડિયા ઓમિક્રોન વેરિઅન્ટનાં કહેર વચ્ચે દ.આફ્રિકાનો પ્રવાસ કરશે: સૌરવ ગાંગુલી

Sports
Sports

મુંબઇ, દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સમગ્ર દુનિયામાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ટીમ ઈન્ડિયાનાં દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

સમગ્ર વિશ્વમાં એકવાર ફરી કોરોનાનાં નવા વેરિઅન્ટ એ ચિંતાનું મોજું ફેરવ્યુ છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ યોજાશે અને તેઓ કોવિડ-૧૯નાં નવા વેરિઅન્ટનાં ઉદભવથી સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ઓમિક્રોન નામનાં કોવિડ-૧૯નાં નવા સ્વરૂપનાં ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.