સદૈવ તત્પર અને ઉત્સુક કાંતિભાઈ પ્રજાપતિ પાસે જુના ચલણી સિક્કાનો દુર્લભ ખજાનો
વિવિધ પ્રકારના શોખ અને રૂચિ ધરાવતા લોકોનો વિશ્વમાં તોટો નથી હોતો, કોઈક વર્ષોથી ટપાલ ટિકીટોનો સંગ્રહ કરે છે તો કોઈ જુની પુરાણી માંગલિક પ્રસંગોની કંકોત્રી તો કોઈ વિવિધ દેશના અવનવા રેકોર્ડના લખાણો, કટીંગો, નમુનાઓ સાચવી રાખે છે.
સૌરાષ્ટ્રના તુરખા ગામના પંચોતેર વર્ષીય શ્રી કાંતિભાઈ પ્રજાપતિ વાયા બોટાદ થઈ અમદાવાદ આવ્યા ત્યારે પાસે બાપીકી મિલ્કતમાં થોડી ઘણી ગરથ ગાંઠે હતી.
માતા પિતાના ઉજ્જવળ સંસ્કાર મેળવીને ગંતવ્ય સ્થાન તરફ કુચ કરી રહેલા કાંતિભાઈએ આરંભે બાંધકામના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. આરંભ કાળે એમાં ફાવટ આવી પણ કાંતિભાઈને જુના ચલણી નાણામાં સવિશેષ રસ હતો. તેમના ચાલલંબો પણ કલાત્મક, દરેક પ્રકારની નાની મોટી કિંમતની નોટો સીરીયલોમાં જાેવા મળે.
કમ્બોડીયાની એક ચલણી નોટમાં વિશ્વ વિખ્યાત વિષ્ણુમંદિરનો ફોટો પણ જાેવા મળે છે. આ ઉપરાંત તેમની પાસે ઈન્ડોનેશીયાની પણ એક નોટ છે. જે રૂપિયા ર૦,૦૦૦ ની નોટ છે. આ નોટની ખુબી પણ નોંધવી રહી. ઈન્ડોનેશીયા મુસ્લિમ દેશ હોઈ આમ છતાં માનવતાવાદી દૃષ્ટીકોણ પણ એવો હૈયે આનંદના ઓધ ઉછળે. આ ર૦,૦૦૦ ની નોટમાં એક તરફ શ્રી ગણપતિજીનું ચિત્ર છે તો તેની પાછળની બાજુએ શાળાના વર્ગખંડનું ચિત્ર છે.
કંઈક આગવું અને કંઈક અનોખું કરવામાં કાંતિભાઈ પ્રજાપતિ માને છે. તેઓ વર્ષો પુરાણી મોટરકાર ચલાવવાના પણ શોખીન. વળી જુનીકલાત્મક બોટલો તથા જાતજાતની સુડીઓ પણ સાચવી રાખે છે.
કાંતિભાઈ પ્રજાપતિએ પોતાના કલાત્મક શોખને પોષવા માટે અનેક વિકાસ પ્રદર્શનો જાેયા છે આજે પણ ગાંઠના પૈસે જુના ચલણી નાણાં અને રૂપિયાના પ્રદર્શનો યોજે છે.અગાઉ તેઓ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રદર્શનો યોજાય ત્યાં વિના વિલંબે પહોંચી જતા.
એકવાર તેઓ ચલણી નાણાંના પ્રદર્શનને જાેવા માટે કોલકાત્તા પણ પહોંચી ગયા હતા. કાંતિભાઈએ પોતાના શોખ ખાતર ચલણી સિક્કાઓ અને નોટો સંઘરવાનું રાખ્યું છે. તેમણે શોખને શોખની જેમ જાળવ્યો છે. આ એમનો ધંધો નથી બાપીકી મિલ્કતમાં જે કંઈ મળ્યું તે વેચી સારી એમણે આ શોખ કેળવ્યો છે.
એકવાર કચ્છ ખાતે એમણે જુના ચલણી સિક્કા અને નોટોનું પ્રદર્શન યોજયું હતું અને એમાં ગ્રામ્યજનો, વિદ્યાર્થીઓ તથા આગેવાનો તરફથી ઉમદા સહયોગ સાંપડયો છે.નવાઈની અને ખુબીપૂર્વકની એક વાત એવી છે કે કાંતિભાઈ પ્રજાપતિને નાના બાળકો ખુબ ગમે છે. તેઓ હાથ સફાઈમાં પ્રયોગો કરીને બાળકોને રીઝવે છે. (જાદુ જેવા નાના મોટા પ્રયોગો જે જાેઈને બાળકો હરખાય છે અને તાળી પાડીને હસી ઉઠે છે.
કાંતિભાઈ પ્રજાપતિ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આદિનાથ નગર ખાતે રહે છે અને આજે પણ મસ્તીભર્યું જીવન જીવે છે. તેઓ નથી થાકયા, નથી પાકયા.. (ઉપર થઈ છે પણ તેઓ કહે છે : ઉંમર તો શરીરને છે, માણવા તો મન વિચારથી સદૈવ ચિર યૌવન ધરાવતો હોય છે) કાંતિભાઈ પ્રજાપતિના જુના પ્રવચન ચલણી નાણાંનું દર્શન પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ જાેઈ ચુકયા છે. જાદુગર કે.લાલ પણ એકવાર કાંતિભાઈ પ્રજાપતિનું અવનવું નાણાં કલેકશન જાેઈને હરખાઈ ઉઠયા હતા.
કાંતિભાઈ પ્રજાપતિ કહે છે : મારા ધર્મપત્ની શાંતાબેનના સહયોગથી જ અહીં સુધી પહોંચ્યો છું. તેમના સહકાર વિના મારાથી કશુ ંથઈ શકયું ન હોત. મોટા મહાનુભાવો, અદના સમાજ સેવકો, પત્રકારો, લેખકો, નેતાઓ, અભિનેતાઓ, સંતો અને મહંતોને કાંતિભાઈ મળી ચુકયા છે. આજે પણ તેઓ આવા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને મળવા માટે ઉત્સુક રહે છે. આ તેમના અંદરનો સિંહ છે. તેઓ કહે છે : યુવાનો, જાગો, દોડો અને ધ્યેય પ્રાપ્ત કરો, જીવનને અવનવા રંગોથી ભરી દો, કંઈક મેળવવા સતત ગતિ કરો.
ધન્ય છે કાંતિભાઈ પ્રજાપતિને ! ધન્ય છે તેમના માતા પિતાને !