એક જ મહિનામાં જિયો એ કર્યો પાંચમો સૌથી મોટો ધમાકો કેકેઆર જિયોમાં ૨.૩૨ ટકાનો હિસ્સો ખરીદશેઃ ૧૧૩૬૭ કરોડનું રોકાણ કરશે

Business
Business

મુંબિ
ગણતરીના સપ્તાહમાં જ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સે વધુ એક મોટી ડીલ કરી છે. જિયો એ જાહેરાત કરી છે કે અમેરિકન કંપની KKR તેમાં ૧૧૩૬૭ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ડીલ બાદ Jio પ્લેટફોર્મસની ઇક્વટી વેલ્યુ ૪.૯૧ લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ ૫.૧૬ લાખ કરોડ થશે. જિયો પ્લેટફોર્મમાં કેકેઆરનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે.
KKR આ રોકાણ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં ૨.૩૨ ટકા ઇક્વટી હિસ્સેદારી ખરીદી લેશે. ગયા મહિનાથી લઇ અત્યાર સુધીમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટક અને કેકેઆર જિયો પ્લેટફોર્મ્સમાં અત્યાર સુધીમાં કુલ ૭૮,૫૬૨ કરોડ રૂપિયાનું કુલ રોકાણ કરવાની જાહેરાત કરી ચૂકયા છે.
તાજેતરમાં અમેરિકાની કંપની જનરલ એટલાન્ટક એ પણ જિયો પ્લેટફોર્મ્સમાં અંદાજે ૬૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હતું કે જનરલ એટલાન્ટકે તેના ડિજીટલ એકમ જિયો પ્લેટફોર્મમાં ૧.૩૪ ટકા હિસ્સાના બદલામાં ૬૫૯૮.૩૮ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.