અરવલ્લીમાં કોરોનાના વધુ સાત કેસ : જિલ્લામાં ૧૦૦ દર્દીને પાર

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ, મોડાસા

અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-૪ ના ચોથા દિવસે વધુ ૦૭ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા હતા.જેમાં મોડાસા શહેર નો ૧૮ વર્ષિય યુવક સહિત બાયડ તાલુકાના ડાભા અને વાંટડા ગામે એક મહિલા અને યુવક તેમજ ધનસુરા શહેર સહિત શીકાકંપા અને હેમત્રાલ ગામે ૪ શખ્શો સહિત કુલ ૭ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા.ગુરૃવાર ના રોજ એક સાથે ૦૭ પોઝીટીવ કેસ નોંધાતાં જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દી ઓનો આંક ૧૦૧ એ પહોંચ્યો હતો.આમ જિલ્લામાં૩૬ દિવસ માં ૧૦૧ કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યા હતા.આ ૧૦૧ દર્દીઓ પૈકી ૩ દર્દીઓનું અગાઉ સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.જયારે ૭૫ દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવાઈ છે.

અરવલ્લી જિલ્લા માટે લોકડાઉન-૧ ના ૨૧ દિવસો સંપૂર્ણ સલામત નીવડયા હતા.પરંતુ લોકોડાઉન-૦૨ ના બીજા દિવસ થી જિલ્લામાં કોરોના વાયરસે પંજો ફેલાવ્યો હોય એમ માત્ર ૧૯ દિવસમાં જ કોરોના પોઝીટીવ ના ૧૯ કેસ અરવલ્લી માં નોંધાયા હતા.લોકડાઉન -૦૩ ના ૧૪ દિવસ ના રાઉન્ડ સમયે જિલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો.અને ૬ મે અને ૭ મે બે જ દિવસમાં ૪૪ કોરોના પોઝીટીવ દર્દીઓ જિલ્લામાંથી મળી આવ્યા હતા.લોકડાઉન ૦૪ ના પ્રારંભે થી દરરોજ જિલ્લામાં પોઝીટીવ દર્દી નોંધાય છે.હવે વધુ જાણે કોઠે પડી ગયું હોય એમ પોઝીટીવ કેસના આંકથી ચકચાર નથી મચતી અને તંત્ર રાબેતા મુજબ સર્વેલન્સ,સેનેટાઈઝેશન સહિત અવર જવર પ્રતિબંધીત કરવા સહિતના પગલા ભરી રહયું છે.ગત સોમવારથી જિલ્લામાં લોકડાઉન ૦૪ નો પ્રારંભ થયો હતો.છેલ્લા ૪ દિવસમાં કોરોના પોઝીટીવ ના ૨૨ કેસ નોંધાયા છે.ગુરૂવાર ના રોજ જિલ્લાના મોડાસા શહેરમાં ૧૮ વર્ષિય મુસ્લીમ યુવક કોરોનાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો.જયારે ધનસુરા, શીકાકંપા અને હેમત્રાલ પંથકમાં બે મહિલાઓ સહિત ૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.બાયડ તાલુકાના ડાભા અને સુકાવાંટડા ગામે પણ ૫૯ વર્ષિય મહિલા સહિત ૨૧ વર્ષિય કોરોનાગ્રસ્ત થતાં તાબડતોડ સારવાર હેઠળ ખસેડાયા હતા.

ધનસુરા ગામ અને તાલુકામાં કોરોના પોઝીટીવ ૪ કેસ નોંધાતા તાલુકાના બે ગામનો ૫ કીમી વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકો ની અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહયા છે.જિલ્લાના ધનસુરા સહિત તાલુકાના શીકાકંપા,સુકાવાંટડા માં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં અરવલ્લી જિલ્લા કલેકટરે લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ ફમાવ્યો છે.જેમાં કોરોના નો કેસ મળી આવતાં ધનસુરા ગામ,શીકાકંપા અને સુકા વાંટડા કન્ટેનમેન્ટ જાહેર કરવમાં આવેલ છે.જયારે ૫ કીમી એરીયાને બફરઝનો જાહેર કર્યો હતો.

બાયડ તાલુકાના બે કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં ડાભા ગામમાં લક્ષ્‍મીબેન વાળંદને પોઝિટિવ આવ્યો હતો જ્યારે મત્રાલ ગામના મનોજ ખાંટને કોરોના પોઝિટિવ આવતા વાત્રકની કોવિડ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાયડ તાલુકામાં બે દિવસમાં કુલ છ કેસ પોઝિટિવ આવ્યા હતા. બાયડ તાલુકામાં સાઠંબા, લોંક, તેનપુરા, આંબલીયારા, ચોઇલા, રમોસ, બાયડ અને આજે ડાભા અને હેમાત્રાલ કોરોના પોઝિટિવ કેસ આવતા અંતરિયાળ ગામોમાં પણ સંક્રમણની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

મેઘરજના ગાબટ યુનિયન બેંકના પૂર્વ મેનેજર શ્રી પી. વી. કાવઠિયાના સુપુત્ર અને કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના ચીફ ઓફિસર હિમાંશુ કાવઠિયાનું ૩૭ વર્ષની વયે કોરોનાના કારણે સારવાર દરમ્યાન મૃત્યુ થતા અરવલ્લી જિલ્લાના મેઘરજ, મોડાસા, બાકોર, પાંડરવાળા, મેઢાસણ, લુણાવાળા સહિતના શહેરમાં વૈષ્ણવ વણિક લોકોમાં ઘેરો શોક છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.