એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય હોકી ટીમની જાહેરાત કરાઇ

Sports
Sports

બાંગ્લાદેશમા યોજાનારી એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મનપ્રીત સિંઘની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમમાં ગોલકિપર પી.આર.શ્રીજેશને આરામ આપવામાં આવ્યો છે. ઢાકામાં તા. 14 થી 22 ડિસેમ્બર દરમિયાન એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં વાઈસ કેપ્ટન તરીકે ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંઘ રહેશે. જ્યારે શ્રીજેશની ગેરહાજરીમાં ક્રિશન બહાદૂર પાઠક અને સુરજ કારકેરાને તક આપવામાં આવી છે. આ સિવાય ભારતીય હોકી ટીમમાં આકાશદીપ સિંઘનું પુનરાગમન થયું છે. મીડ ફિલ્ડમાં તેની સાથે મનપ્રીત તેમજ હાર્દિક સિંઘ,જાસ્કરન સિંઘ,સુમિત,રાજકુમાર પાલ અને સમશેરસિંઘ રહેશે. જ્યારે ફોરવર્ડમાં લલિતકુમાર ઉપાધ્યાય,દિલપ્રીત સિંઘ,ગુરસાહિબજીત સિંઘ અને શિલાનંદ લાકરા છે. આમ છેલ્લે ઓમાનના મસ્કત ખાતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનું આયોજન થયું હતુ. તે સમયે ભારે વરસાદના કારણે ફાઈનલ મેચ રમાઈ શકી નહતી અને ભારત-પાકિસ્તાન સંયુક્ત વિજેતા જાહેર થયા હતા. ભારતીય હોકી ટીમ ગોલકિપર્સ : ક્રિશન બહાદૂર પાઠક,સુરજ કારકેરા,ડિફેન્ડર્સ:- હરમનપ્રીત, ગુરિન્દર,જર્મનપ્રીત સિંઘ,દિપ્સાન તિરકે,વરૂણ કુમાર,નિલમ સંજીપ ક્ષેસે,મનદીપ મોર, મીડ ફિલ્ડર્સ- મનપ્રીતસિંઘ,હાર્દિક સિંઘ,જાસ્કરન સિંઘ,સુમિત,રાજકુમાર પાલ,આકાશદીપ સિંઘ અને સમશેરસિંઘ, ફોરવર્ડ- લલિતકુમાર ઉપાધ્યાય,દિલપ્રીતસિંઘ,ગુરસાહિબજીત સિંઘ અને શિલાનંદ લાકરા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.