મહેસાણા જિલ્લામાં કોરોનાગ્રસ્ત ૨૨ સ્થળોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર મહેસાણામાં ૧૩ નવા કોરોના કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ, એકનું મોત
મહેસાણા
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે રાજ્યનાં મહેસાણા જિલ્લામાં ૧૩નવા કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ મચ્યો છે.નવા ચેપગ્રસ્તોની સાથે સાથે એક મહિલાનું મોત પણ નિપજ્યું છે. ત્યારે આ મામલે આરોગ્યતંત્રમાં હડકંપ મચ્યો છે. મહેસાણા જિલ્લામાં કોરોનાગ્રસ્ત ૨૨ સ્થળોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયેલા છે. જેમાં ૪૬૦૭૮ વસ્તીનો સમાવેશ થાય છે. જ્યારે બનાસકાંઠામાં કોરોના પોઝિટીવ કેસના આધારે ૩૪ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ડીસા, વડગામ, દિયોદર, દાંતીવાડા, ધાનેરા, થરાદ તાલુકાઓનો સમાવેશ થાય છે. જ્યારે પાટણ જિલ્લામાં ૭ કન્ટેન્મેન્ટ જાહેર કરાયા છે. જેમા સિધ્ધપુરમાં ૪, સરસ્વતી૧, ચાણસ્મા૧નો સમાવેશ થાય છે. વળી મંગળવારે જિલ્લામાં સામે આવેલા ત્રણ પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા તેઓના રહેણાક વિસ્તારો પૈકી મહેસાણા શહેરના ઉચરપી રોડ ઉપર આવેલ સુર્યનગરી રોહાઉસ તેમજ ધારપુરા ખાંટ ગામને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
ત્યારે જિલ્લામાં ૭૦ થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા છે. જેના આધારે વહિવટીતંત્ર દ્વારા સતલાસણા, વડનગર, મહેસાણા, ઉંઝા, ખેરાલુ, કડી, બેચરાજી, વિસનગર, વિજાપુર, તાલુકાના ૨૨ સ્થળોને કોરોન્ટાઇન ઝોનજાહેર કર્યા હતા. આ વિસ્તારોમાં ૯૬૫૩ મકાનોમાં વસવાટ ૪૬૦૭૮ લોકો અત્યારે વસવાટ કરી રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણી છુટ છાટો આપવામાં આવી છે.
જેના પગલે મંગળવારે સમગ્ર મહેસાણા જિલ્લામાં સવારના સુમારે લોકોની ચહલપહલ જાવા મળી હતી. મોટાભાગની દુકાનો ખુલતાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી. વળી , અત્યારસુધી સુમસામ ભાસી રહેલા માર્ગો ઉપર વાહોનોની કતારો જાવા મળી હતી. જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં હજુ પણ પૂર્વવત લોકડાઉનો કડક અમલ ચાલુ રહેનાર છે.
સરકારના કન્ટ્રોલરૂમની જેમ મ્યુનિ.એ કઈ હોસ્પટલમાં કેટલી બેડ ખાલી છે, ત્યાં શું સુવિધા છે વગેરેની બાબતો ઓનલાઇન મુકવાની તાતી જરૂર હોવાની માગણી ઉભી થવા પામી છે. મ્યુનિ.એ દર્દીને હોસ્પટલના પ્રવેશ માટે માર્ગદર્શન મળી રહે તે માટે સેન્ટ્રલ ડેસ્ક ઉભુ કરવાની સાથે એક જવાબદાર અધિકારીને નોડલ ઓફિસર તરીકે નીમવાની જરૂર છે. દર્દીને ક્્યાં દાખલ થવું, ત્યાં ફી કેટલી છે, મ્યુનિ.નો તેમાં કેટલો ફાળો રહેશે વગેરે માહિતીના અભાવથી દર્દી હેરાનપરેશાન થઈ જાય છે. કોઈ સેન્ટ્રલી મજબૂત સિસ્ટીમ ગોઠવવામાં નહીં આવે તો અરાજકતા પેદા થવાની ભીતિ ઉભી થઈ છે.