ભારતની મોટા સ્કોર પર નજર : પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ૪ વિકેટે ૨૫૮

Sports
Sports

શ્રેયસ ઐયરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટને જ યાદગાર બનાવતા ૭૫ અણનમ રનની ઈનિંગ રમતા ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ભારતને ૪ વિકેટે ૨૫૮ રનના સ્કોર સાથે સન્માનજનક સ્થિતિએ મૂક્યું હતું. જો કે આ માટે રવીન્દ્ર જાડેજાનું યોગદાન પણ મહત્વનું રહ્યું હતું. તે સામે છેડે તેની ટેસ્ટ કારકિર્દીની ૧૭મી અર્ધી સદી સાથે ૫૦ રને રમતમાં છે.

શ્રેયસ ઐયરે ૧૩૬ બોલમાં ૭ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી ૭૫* રન જ્યારે જાડેજાએ ૧૦૦ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૫૦* રન કર્યા છે. બંનેએ પાંચમી વિકેટની અણનમ ૧૧૩ રનની ભાગીદારી ૨૦૮ બોલમાં નોંધાવી છે. ભારતે તેની ૪ વિકેટ ૧૪૫ રનમાં ગુમાવી દીધી હતી. આ વખત જો વધુ એક-બે વિકેટ ઝડપથી પડી હોત તો ભારત સામાન્ય સ્કોરમાં ઓલ આઉટ થઇ ગયું હોત પણ ઐયર-જાડેજાએ ૩૪.૨ ઓવરો રમીને ન્યુઝીલેન્ડના બોલરોને હતાશ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.