PSG અને રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગના નોકઆઉટ રાઉન્ડમાં

Sports
Sports

માંચેસ્ટર સિટી, પેરિસ સેંટ જર્માઈન કલબ અને રિયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. માંચેસ્ટર સિટીએ ૨-૧થી પીએસજીને પરાસ્ત કર્યું હતુ. આ સાથે બંને ટીમોએ રાઉન્ડ ઓફ ૧૬માં સ્થાન હાંસલ કરી લીધું હતુ. જ્યારે રિયલ મેડ્રિડ શેરિફને ૩-૦થી હરાવીને નોકઆઉટમાં પ્રવેશી હતી.

કોવિડમાં સપડાયેલા કેવિન ડી બુ્રયનની ગેરહાજરીમાં રમતાં માંચેસ્ટર સિટી સામે પીએસજીના સ્ટાર નેમારે આસાન ગોલની તક વેડફી નાંખી હતી. બીજા હાફની શરૃઆતમાં ૫૦મી મિનિટે એમ્બાપ્પેએ ગોલ ફટકારીને પીએસજીને સરસાઈ અપાવી હતી. જે પછી સિટી તરફથી રહીમ સ્ટર્લિંગે ૬૩મી મિનિટે અને ગેબ્રિયલ જીસસે ૭૬મી મિનિટે ગોલ નોંધાવતા ટીમને જીત અપાવી હતી. રિયલ મેડ્રિડે ૩-૦થી શેરિફને પરાસ્ત કર્યું હતુ. ડેવિડ એલ્બા, ટોની ક્રૂઝ અને કરિમ બેન્ઝેમાએ એક-એક ગોલ નોંધાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.