ભારતીય ક્રિકેટર કે.એલ રાહુલ લખનઉનો કેપ્ટન બની શકે

Sports
Sports

આઇપીએલે આગામી સિઝનની મેગા હરાજી પહેલા પ્લેયર રિટેનેશન પોલિસી જાહેર કરી દીધી છે. જે પછી ફ્રેન્ચાઈઝીઓ કયા ખેલાડીઓને રિટને કરવા અને કયા ખેલાડીઓને પડતા મુકવા તેની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત બની ગયા છે. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે તેના કેપ્ટન ધોનીને આગામી ત્રણ સિઝન માટે રિટેન કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ધોનીની સાથે રવિન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને પણ રિટેન કરવાનુ નક્કી કરી લીધું છે. જ્યારે ચોથા ખેલાડી તરીકે મોઈન અલીનું નામ ચર્ચામાં છે. જો મોઈન ના પાડશે તો સેમ કરન તેનું સ્થાન લેવા માટે ફેવરિટ મનાય રહ્યો છે. આ સિવાય કે.એલ.રાહુલ આઇપીએલમાં નવી પ્રવેશનારી લખનઉની ટીમનો કેપ્ટન બની શકે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે પંતનું નામ નક્કી મનાય છે. બીજીતરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કેપ્ટન રોહિત શર્મા અને બુમરાહને ટીમમાં જાળવી રાખશે તેમ મનાય છે. આ સિવાય રિટેન થનારા ક્રિકેટરોમાં કેરોન પોલાર્ડ અને કિશનના નામ ચર્ચાઇ રહ્યા છે. દિલ્હીની ટીમ કેપ્ટન પંતની સાથે અક્ષર પટેલ,પૃથ્વી શો અને નોર્ટ્જેને રિટેન કરશે તેવી શક્યતા છે. જ્યારે કોલકાતાની ટીમના રિટેનર ખેલાડીઓની યાદીમાં રસેલ અને નારાયણ સૌથી આગળ ચાલી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.