ડીસામાં પોલીસની કોરોના રેલીએ આકર્ષણ જમાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ ડીસા : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં જ લોન્ચ કરેલું “હું પણ કોરોના વોરિયર્સ” અભિયાનમાં બનાસ કાંઠા પોલીસ પણ જોડાઇ છે. બનાસકાંઠાના ડીસા ખાતે પોલીસ જવાનો ફરજ દરમિયાન ર્હોડિંગ લઈ લોકોને જાગૃત કરતા નજરે પડ્‌યા હતા. પોલીસે રેલી નીકાળી જનજાગૃતિ માટે હાથ ધરેલ અભિયાને અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
રાજ્યમાં કોરોના મહામારીના કારણે અનેક લોકો ભયમાં જીવન જીવી રહ્યા છે. ત્યારે લોકોમાં કોરોનાનો ભય દૂર થાય અને કોરોના સાથે કઈ રીતે જીવન જીવવું ? તે માટેની આદતો પ્રસ્થાપિત થાય તે માટે બનાસકાંઠા પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. મોટાભાગે પોલીસ હથિયાર અને લાઠી હાથમાં રાખતી હોય છે. પરંતુ આજે પોલીસ બેનર સાથે લોકોને અપીલ કરતી જોવા મળી. પોલીસે લોકોને કોરોના સાથે કઈ કઈ આદતો પોતાના જીવનમાં અમલ કરવી ? તે માટેના બેનર લઈ જનજાગૃતિ કરી. પોલીસની આ જનજાગૃતિ રેલીને લોકોમાં પણ સારો આવકાર મળ્યો. જેથી લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.