વડગામ તાલુકાની નવ કોરોના પોઝિટીવ સગર્ભા મહિલાઓને હોમ આઇશોલેટ કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ છાપી : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના આઠ ગામોમાં એક સાથે કુલ દશ સગર્ભા મહિલાઓને બુધવારે કોરોના પોઝિટિવ આવતા તાલુકામાં હડકંપ મચી ગયો હતો. દરમિયાન વડગામ આરોગ્ય વિભાગ દ્વારા નવ મહિલાઓને હોમ આઇશોલેશન કરવા સાથે એક મહિલાની ઇ.ડી.ડી બુધવારની હોઈ તુરંત કોવિડ ૧૯ કેર સેન્ટર ખાતે દાખલ કરવામાં આવી હતી. ઘાતકી કોરોના વાયરસને લઈ વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. દરમિયાન બનાસકાંઠામાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધતા જિલ્લામાં ચિંતા વધી ગઈ છે. જિલ્લામાં કોરોના વાયરસના કેસો વધી સોના આંકની નજીક પહોંચી ગયો છે ત્યારે વડગામ તાલુકામાં એક સાથે દશ સગર્ભાઓને કોરોના પોઝિટિવ આવતા જિલ્લા સહિત તાલુકાની હેલ્થ ટીમો સક્રિય બની સર્વેની કામગીરી વધુ તેજ બનાવી હોવાનું જાણવા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈ સક્રિય બની પરિવારને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ પોઝિટિવ મહિલાઓને જરૂરી દવાઓ સહિત આર્યુવેદિક ઉકાળાઓ પણ પીવડાવવામાં આવ્યા હતા. વડગામ તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધી કુલ ૧૫ થયા હતા. જેમાં એક મહિલા સહિત પાંચ લોકો સાજા થતાં રજા અપાઈ હતી. દરમિયાન કોરોના પોઝિટિવના ઘરની આજુબાજુના સો મીટર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.