માંચેસ્ટર યુનાઈટેડ કલબના કોચ તરીકે સોલસ્કરની હકાલપટ્ટી થઈ

Sports
Sports

ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ કલબ માંચેસ્ટર યુનાઈટેડે ટીમની સતત નિષ્ફળતા બાદ કોચ તરીકે ઓલે ગુન્નાર સોલસ્કરની હકાલપટ્ટી કરી છે. યુનાઈટેડનો વોટફોર્ડ સામે 1-4થી પરાજય થયો હતો. યુનાઈટેડની ટીમ ઈપીએલમાં છેલ્લી સાતમાંથી એક જ મેચ જીતી શકી છે અને આ જ કારણે કોચ તરીકે સોલસ્કરને હાંકી કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ યુનાઈટેડની ફર્સ્ટ ટીમના કોચ માઈકલ કારિચને કામચલાઉ ધોરણે કોચ તરીકેની જવાબદારી સોંપવામા આવી છે. ઈપીએલમાં વર્તમાનમાં માંચેસ્ટર યુનાઈટેડ સાતમા ક્રમે ફેંકાયુ છે અને તેઓ ટોચના ક્રમે રહેલી ચેલ્સી કલબ કરતાં 12 પોઈન્ટ પાછળ છે. નોંર્વેના ફૂટબોલર ઓલે ગુન્નાર સોલસ્કર ઈ.સ 1996 થી 2007 સુધી યુનાઈટેડના ફૂટબોલર તરીકે 11 સિઝન રમ્યા હતા. જેમાં તેમણે 126 ગોલ ફટકાર્યા હતા. તેઓ ઇસ.1999માં ચેમ્પિયન્સ લીગ જીતનારી ટીમમાં સામેલ હતા. રિયલ મેડ્રિડનો ભૂતપૂર્વ ખેલાડી અને ફ્રેન્ચ સુપરસ્ટાર ઝિનેદિન ઝિદાન વર્તમાનમાં કોઈ ટીમની સાથે જોડાયેલો નથી. ત્યારે તે માંચેસ્ટર યુનાઈટેડનો નવો કોચ બનવા માટે ફેવરિટ મનાય છે. માંચેસ્ટર યુનાઈટેડે ટીમના કંગાળ પર્ફોમન્સ બાદ અચાનક જ કોચ તરીકે સોલસ્કરની હકાલપટ્ટી કરી છે. જેના કારણે કરાર અનુસાર તેઓ સોલસ્કરને આશરે રૂ.75 કરોડની ચૂકવણી કરશે. જે તેમના એક વર્ષનો પગાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.