કોરિયા સામે હારતાં ભારતને વધુ બે સિલ્વર મેડલ : એશિયન તીરંદાજી

Sports
Sports

એશિયન તીરંદાજીમાં ટોપ સીડ ધરાવતી સાઉથ કોરિયા સામેની ફાઈનલમાં ભારતની મેન્સ અને વિમેન્સ રેક્યુર્વે ટીમનો પરાજય થયો હતો અને આ સાથે ભારતને વધુ બે સિલ્વર મેડલ મળ્યા હતા. ભારતે એશિય તીરંદાજી ચેમ્પિયનશિપમા એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ એમ કુલ મળીને સાત મેડલ્સ જીત્યા હતા. નોંધપાત્ર છે કે, ગત એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં પણ ભારતે સાત મેડલ્સ જ જીત્યા હતા.

બાનાનીમાં આવેલા બાંગ્લાદેશ આર્મી સ્ટેડિયમમાં કપિલિ, પ્રવિણ જાધવ અને પાર્થ સાલુન્ખેની ટીમનો મેન્સ રેક્યુર્વે ઈવેન્ટમાં સાઉથ કોરિયાના લલી સેઉન્ગયુન, કિમ પિલ-જૂન્ગ અને હાન વૂ ટાચની સામે ૨૬થી પરાજય થયો હતો.

જ્યારે અંકિતા ભક્ત, મધુ વેદવાન અને રિધીની ટીમનો ૦-૬થી રીઓ સુ જુંગ, ઓહ યેજીન અને લીમ હાઈજીન સામે પરાજય થયો હતો. રેક્યુર્વેની મિક્સ ટીમ ઈવેન્ટમાં કપિલ અને અંકિતા ભક્તની જોડીએ ૩-૦થી ઉઝબેકિસ્તનના ઝીયોડાખોન અને સાદિકોવને હરાવ્યા હતા અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અગાઉ જ્યોતિ સુરેખા વેન્નામે ભારતને મહિલા કમ્પાઉન્ડ  ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સેમિ ફાઈનલમાં અને ફાઈનલમાં કોરિયન હરિફને હરાવી હતી. તેણે ૨૦૧૫માં પણ એશિયન તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.