ભારતે ન્યુઝીલેન્ડ સાત વિકેટથી હરાવીને ટ્વેન્ટી-૨૦ શ્રેણી ૨-૦થી જીતી લીધી

Sports
Sports

ભારતીય ઓપનરોએ ટી-૨૦માં સૌથી વધુ પાંચ વખત શતકીય ભાગીદારીના બાબર-રિઝવાનના રેકોર્ડની બરોબરી કરતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. જે પછી વેંકટેશ ઐયર અને રિષભ પંતની જોડીએ ટીમને જીત અપાવી હતી. પ્રથમ ટી-૨૦માં ચોગ્ગો ફટકારીને જીત અપાવનારા પંતે ૧૮મી ઓવરમાં નીશમની બોલિંગમાં સળંગ બે છગ્ગા ફટકારીને ટીમને ધમાકેદાર જીત અપાવી હતી.

અગાઉ  ગ્લેન ફિલિપ્સે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે ૨૧ બોલમાં ૩૪ રન તેમજ ઓપનર ગપ્ટિલ-મિશેલના ૩૧-૩૧ રનની મદદથી ન્યુઝીલેન્ડે ભારત સામેની બીજી ટી-૨૦માં છ વિકેટે ૧૫૩ રનનો સ્કોર કર્યો હતો.ન્યુઝીલેન્ડના બેટસમેનોએ આક્રમક શરૃઆત કરતાં એક તબક્કે તેઓ ૧૮૦ કે ૨૦૦નો સ્કોર ખડકશે તેવું લાગતુ હતું. જોકે ભારતીય બોલરોએ ક્રમશઃ ન્યુઝીલેન્ડના બેટ્સમેનો પર નિયંત્રણ મેળવ્યું હતુ અને આખરે તેમને છ વિકેટે ૧૫૩ના સ્કોર સુધી જ પહોંચવા દીધા હતા.

આખરી પાંચ ઓવરમાં ભારતીય બોલરોએ પ્રભાવ પાડયો હતો અને ન્યુઝીલેન્ડ  માત્ર ૨૮ રન જ કરી શક્યુ હતુ. કારકિર્દીની સૌપ્રથમ વન ડે રમી રહેલા હર્ષલ પટેલે બે વિકેટ ઝડપી હતી. મિચેલ તેની કારકિર્દીની સૌપ્રથમ વિકેટ બન્યો હતો. જે પછી તેણે ફિલિપ્સને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. જેનો કેચ સબસ્ટીટયૂટ ફિલ્ડર ગાયકવાડે ઝડપ્યો હતો. અશ્વિને કમાલની બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર ૧૯ જ રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી.

રાંચીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગપ્ટિલ અને મિચેલે માત્ર ૨૬ જ બોલમાં ૪૮ રનની ભાગીદારી કરતાં સનસનાટી મચાવી હતી. ગપ્ટિલ ૧૫ બોલમાં ૩૧ રને દીપક ચાહરની બોલિંગમાં આઉટ થયો હતો. જે પછી મિચેલ અને ચેપમેનની જોડીએ ૩૧ રન જોડયા હતા.

ફિલિપ્સે એક છેડો સાચવતા લડાયક બેટીંગ કરી હતી. ન્યુઝીલેન્ડે શરૃઆતની ૧૦ ઓવરમાં બે વિકેટે ૮૪ રન કર્યા હતા. જોકે તેઓ આખરી ૧૦ ઓવરમાં ૬૯ રન ઉમેરી શક્યા હતા અને તેમણે ચાર વિકેટ ગુમાવી હતી. હર્ષલે બે અને બી.કુમાર, ડી. ચાહર, અક્ષર પટેલ અને અશ્વિને ૧-૧ વિકેટ ઝડપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.