સતત પરમાત્માના નામસ્મરણ થકી નિજાનંદી જીંદગી જીવતાં પ્રખ્યાત કથાકાર સરસ્વતીબેન શાસ્ત્રીજી (ભૂટક)

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ભગવાનનું નામ લેવું, બીજા પાસે લેવડાવવું, સદ્દવિચારો આપવા અને ભગવાનના નામનો સતત પ્રચાર કરવો એ કથાકારનું મુખ્ય કાર્ય હોય છે.આજના સમયમાં કથા અને કથાકાર બેઉ મોંઘા થયાં છે ત્યારે સામાન્ય માણસ તો કથા કરાવવાનો વિચાર પણ ના કરી શકે.જાેકે કેટલાક કથાકારો માત્ર સેવાભાવથી વ્યાજબી રીતે કથા કરતા હોય છે.તા.૬-૩-૧૯પ૧ ના રોજ પિતા ભગવાનભાઈ જેઠાલાલ મહેતા અને માતા મણીબેનના પરિવારમાં વીંછીયા ખાતે જન્મેલાં પ્રખ્યાત કથાકાર સરસ્વતીબેનનું જીવન કથાના માધ્યમથી સતત પરમાત્મામય જ રહ્યું છે. તેમણે પ્રા.શિક્ષણ ધો.૧ વીંછીયા ખાતે, ધો.ર થી પ જાેટાણા ખાતે અને ધો.૬-૭ વીંછીયા ખાતે કરી ફાયનલ પરિક્ષા પાસ કરી તેમજ પ્રિ.પી.ટી.સી.રાજકોટ ખાતે કર્યું હતું.તેમણે ર૭ વર્ષની ઉંમરે નંદ સંપ્રદાયમાં દિક્ષા લેતાં આત્માનંદજી મહારાજ તરીકે પણ ઓળખાય છે. નાનપણથી જ તેમની દૃષ્ટિ ભક્તિ તરફ હતી. તેઓ ધો.૮ માં હતાં ત્યારે જ પિતાજી દેવ થઈ ગયા. તેમના જીવનનો મહત્વનો સિદ્ધાંત કોઈ પાસે માંગવું નહીં કે કોઈની ખુશામત કરવી નહીં. સતત સત્સંગ કરતા પિતાજી રામાયણ ઉપર કથા કરતા પણ પૈસાની લાલચ કયારેય ના રાખતા.સરસ્વતીબેને ૧૯૬૯-૭૦ એમ બે વર્ષ જાેટાણા ખાતે સર્વિસ કરી.તેમના પતિદેવ ચંદુલાલ મોહનલાલ ભૂટક જીલ્લા પંચાયત જૂનાગઢ ખાતેથી એકાઉન્ટન્ટ તરીકે નિવૃત્ત થયેલ છે.હાલે તેઓ અમદાવાદ ન્યુ રાણીપ ખાતે રહે છે.તેમનો દીકરો હિમાલય (એમ.એસ.ડબલ્યુ.) મોડ ઈન્ડીયા નામની એન.જી.ઓ. ચલાવે છે; જયારે તેમની પુત્રવધુ નીતાબેન માધ્યમથી સીમ્પલ સોલ્યુશનના માધ્યમથી કાર્ય કરે છે. તેમની દીકરી વ્યોમા (બી.કોમ.) ગૃહિણી છે તેમજ જમાઈ રમેશભાઈ શીલુ સહકારી સંસ્થામાં સાળંગપુર (હનુમાનજી) ખાતે જાેબ કરે છે. ર૦૦૪ માં તેમનાં માતૃશ્રી દેવ થતાં તેઓને તેમના પિતાજીએ બનાવેલ ભાડલા આશ્રમમાં રહેવાનું થયું. પૂજ્ય ડોંગરેજી મહારાજની ભાગવતનો અભ્યાસ કરતાં અને વાંચતાં પિતાજીએ પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે તારી વાણી સરસ છે અને ભવિષ્યમાં તું સારી કથાકાર બનીશ. તેમના મામાજી જયંતિલાલ તેરૈયા પણ દેવી ભાગવત અને ભાગવત કથા કરતા હતા. તેમના તરફથી પ્રોત્સાહન મળ્યું. ર૦૦પ માં સૌ પ્રથમ વાર પીંપળીયા ખાતે મોમાઈ માતાજીના મંદિરે સરસ્વતીબેને ભાગવત કથા કરી અને એ પછી અનેક કથાઓ કરવાની તક મળી. તેમની ૧૬૩ મી કથા તાજેતરમાં જ સપ્ટે.ર૦ર૧ માં વારાહી ખાતે ગૌશાળાના લાભાર્થે હતી. જ્યાં મને પણ તેમનાં દર્શન કરવાની અને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી.તેમને અભિનંદન આપવા તેમના મો.નં. ૯૪ર૬૩૮૧૮ર૬, ૯૪ર૬૩૯૩ર૪૩, ૮૮૪૯રપ૬૭૯૯ છે.તેમની ૩ર જેટલી કથાઓ હરિદ્વારમાં થઈ છે.રઘુવંશી લોહાણા પરિવારોમાં અંદાજે ૬૦ જેટલી કથાઓ તેમણે કરી છે.ભાગવત, રામાયણ, દેવી ભાગવત,શિવપુરાણ ઉપર તેમની કથાઓ થઈ છે પરંતુ વિશેષ ભાગવતકથાઓ થઈ છે.ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ કથા ર૦૦૭ માં શ્રાવણ માસમાં શિવપુરાણ ઉપર ભાભર ખાતે પોપટભાઈ અખાણીને ત્યાં થઈ હતી.ભાભર,ડીસા,વારાહી,સમી,હારીજ,થરા, પાલનપુર, કુકરવાડા, ગુજરવાડા,દિયોદર, શિહોરી, રાધનપુર,નાની ચંદુર, નવી કુવર, લોલાડા એમ વિવિધ સ્થળોએ ઉત્તર ગુજરાતમાં તેમણે કથા કરી છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ તેમની કથા થઈ છે. દક્ષિણ ગુજરાતમાં નડિયાદ,આણંદ,ડાકોર, માલસર, અશા જયારે કચ્છમાં ભૂજ, અંજાર સહિત વિવિધ સ્થળોએ તેમની કથાનો લાભ અનેક માણસોએ લીધો છે. ગુજરાત બહાર વૃંદાવન,રામેશ્વર, હરીદ્વાર જેવાં પવિત્ર સ્થળોએ તેમની કથા થઈ છે અને આગામી દિવસોમાં બનારસ,જગન્નાથપુરી ખાતે થનાર છે. કથા ઉપરાંત ભજનો અને સુંદરકાંડ કરતાં સરસ્વતીબેન કથાની આવકમાંથી ૧૦ ટકા રકમ ધર્માદા પાછળ કે સત્કાર્યો પાછળ વાપરી નાખે છે.મોટા ભાગે કથાનો કોઈ ચાર્જ નથી પરંતુ યજમાનો હંમેશાં યોગ્ય ભેટપૂજા કરતા જ હોય છે.તેમની ૧૯ કથાઓ હરિદ્વારના કચ્છી આશ્રમમાં જ થઈ છે. કથા વાંચવા પાછળ માત્ર અને માત્ર બાપુજીનું પ્રોત્સાહન અને આશીર્વાદ છે તેવું તેઓ માને છે.ભવિષ્યમાં પણ એકાદ સારો આશ્રમ બનાવી સમાજહિતાર્થે કે ધર્મહિતાર્થે જ કામ કરવાની પ્રબળ ઈચ્છા અને ભાવના ધરાવતાં સરસ્વતીબેન ખૂબ જ સરળ, સહજ, સાલસ, નિખાલસ, નિરાભિમાની અને પ્રબળ ધર્મપ્રેમી છે. તેમની જયાં જયાં કથા હોય ત્યાં તેમની સાથે તેમના પતિદેવ ચંદુલાલ શાસ્ત્રીજી તેમજ નક્કી કરેલ સાજીંદા ગૃપ હોય છે.વિવિધ પ્રકારના સેવાહેતુ થતી તેમની કથાઓથી અનેકજનો પ્રભુમય બનીને નિજાનંદ કરે છે. ૭૦ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ ચિત્તે અને પ્રફુલ્લિત મનથી કથા કરતાં સરસ્વતીબેનને સાંભળવાં એ પણ જીવનનો એક મહામૂલો લ્હાવો છે.પરમકૃપાળુ પરમાત્મા એમને નિરામય દીર્ઘાયુ અર્પે તેવી સદ્‌ભાવના સાથે તેમના પ્રભુમય ભાવિ માટે શુભેચ્છાઓ. તેમના જીવનકાર્યને અભિનંદન સહ કોટિ કોટિ વંદન.. દીવાળી પછી નવા વર્ષમાં પ્રથમ લેખ કથાકાર, સંત વિષેનો લખી હું પણ વિશેષ ધન્યતા અનુભવી રહ્યો છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.