ભિન્ન મતોની માન્યતા, દર્શનનાં સિદ્ધાંત ! ધર્મ છૂટયો, ગુંચવણ વધી, સર્વ થઈ ગયા ભ્રાંત !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

એ છગનીયા હવાર હવારમાં ધાબા પર ચડયો શે તે ટાઢ નથી લાગતી. મગનકાકા આજે તમે ચ્યમ આટલાં મુડમાં શો..કાચીએ આદુ વાળી મસાલેદાર ચા પાઈને બટાટા લેવા મેલ્યા શે કે શું ? ના છગનીયા, આ તો સીતાડીને ભોણીયો આયો તો ને બધા છોકરાનો શોરબકોર હોભળીને વેલો જાગી જયોને પતંગ ચગાવવાની જીદ લઈને બેઠો શે એટલે ચ્યોક તારા ઘર બાજુ આવતો તો કે છગનીયાના છોરા ભેળો પતંગ ઉડાડશે. એયેય મગનકાકા હારૂં, તમે ય ધાબા પર આવો અત્યારે તો આ ચા આપવાની દોરીને વીજળીના વાયરથી એવી બીક લાગે શે કે છોરા ભેળું ને ભેળું રેવું પડે શે.. એની બઈ અને મા ઉંધીયું ને પુરી બનાવવા બેહી.. જ્યાં શે બીજા એટલે ધાબે લઈને આયો.. શું હેં.. કાકા તમે તો તેલ લેવા.. થરા જાવાના હતાને ! અલ્યા પાસી મશકરી કરવાના મૂડમાં આયો.. તું મને આ ઉંમરે તેલ લેવા મુકે શે.. ના કાકા ના તમે કાલ હોજે.. નો તા કેતા કે, ઉતરાણ ઉપર તેલનો ડબ્બો લેવો પડશે.. અલ્યા છગનીયા કાલ જ નવીનભાઈ શેઠનો ફોન આયો તો કેતા તા કે મગનકાકા હમણાં થરા ખઆયા જ થી કે શું ? મેં કીધું અલ્યા શેઠ આયો તો દેના બેંકમાં બે હજાર રૂપિયા જમા થ્યા સો ને ઉપાડીને થોડા તમે આલુ ને થોડા ઘેર લઈ જઉં ચાર વાગ્યા હુધી લાંબી લાઈનમાં ઉભોરહ્યો પણ વારો આયો જ નહીં ને કોકે કીધું કે હમણાં હડતાલ પર બેંક વાળા હતા. એટલે એનો એ હવે તું જ કે આ ઉતરાણ શેની કરવી? પાટણમાં છોકરાને ઘરનું ભાડુ ચડયું સે એના છોકરાને બાલમંદિરમાં બેહાડયો.. એ આપણે ત્યાં ઈલાબેન બચારા હારૂં શીખવાડે છે. પણ એની વઉને અય ગમતું નથ ને પાટણ જ ભણાવવો શે.. છગનિયા આ બધી તને વાત થાય બીજાને કરવા જઉં તો ઘરમાં ઝગડા જ.. હેં મગનકાકા.. હમણાં અમેરીકા અને ઈરાન વચ્ચેય કંઈ આવું ચાલેશે ને તેનો ભોગ આપણે જ બનશું. પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. સોના ચાંદીમાં તો ચ્યારનીયે દિવાળી ચંપાણી એ ભાવ ઉતરવાનું નોમે લેતી નથ.. આ મોંઘવારી મારી નાખશે.. હો કોઈ નેતા બેતા તો બોલતો જ નથ.. ટીવી ચાલુ કરો એટલે તરત જ ભાજપ-કોંગ્રેસના નેતાઓએ બીજી બાબતો ઉપર ઝગડતા જ હોય પણ મોંઘવારી, ભેળસેળ બાબતે કયારેય વાતચીત કરતાં જાયા છે.. તમે હાચું કેજા હો મગનકાકા…!છગનીયા હાવ હાચું ક.. આપણા દેશના ભણેલા ગણેલાનું જવાનીયા બધાને આ મુબાઈલમાં પેલું આવે શે એમાં વધુ પડતો રસ શે.. ભારત-પાકિસ્તાનને હિંદુ રાષ્ટ્રને ઈસ્લામીક દેશો આપણે ચેતતા રેવુંનહીંતર ઘરમાં આઈને ખઆ લોકો મારી નાખશે.. મગનકાકા તમારી વાતમાં કંઈક દમ શે.. આજે દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું શે.. હાચા ઉચ્ચ અધિકારીઓનું કાંઈ હાંભળતું જ નથી. જે હોયા હોયા કરે તે શાસનમાં બેહી જાય શે.. એટલે થાવાનું ય આપણે જીવ બાળવાનો ને સમય વેડફવાનો.. છગનિયા તું કે ઈ નથી કાંઈક આ રીતે વાતું કરીએ એટલે દીવડા હળવા થાય બાકી ડુંગળી, ગોળ, તેલ, ઘી બધું બળી રહ્યું શે…!!
હેં મગનકાકા, ઓસ્ટ્રેલિયામાં ભયાનક આગ લાગી શે ને ત્યાં જંગલોમાં કરોડો અબોલ જીવો શેકાઈને મરશી જ્યાં ઉંચી ટેકનોલોજી ધરાવતા દેશોએ કુદરતની થપ્પડ આગળ પાંગળા બની જાય શે.. અલ્યા છગનીયા મુ તો કાયમી કવ શું કે કુદરત પર વિશ્વાસ રાખ.. બધા હારા વાના થાશે..ર૦૦૧ ના વરહનો ભયાનક ભૂકંપ હજનુ ભૂલ્યો નથી ચેવું બધું હલાઈ નાખ્યું તું. આ બે હજાર વીસની સાલ ભયાનક રહેશે તેવું કેટલા કેશે આપણે તો પાર થવા કરીએ કે બધા સુખી થાય. મોંઘવારી, ભેળસેળ, સંઘરો કરતાં લોકો પર કંઈ કાબુ આવે નોટબંધી જેવું કડક થાય તો..
વાચક મિત્રો આજે ઉતરાયણ,મકરસંક્રાંતિનું પાવન પર્વ છે. મગનકાકા, છગનીયો તેમના હૃદય મનનો ઉકળાટ કાઢી આપણને કંઈક ચિંતન-મનન કરાવે છે ને આ વાત આપણા હૃદય-મનને ય કયાંક હચમચાવે શે… અમેરીકા-ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. લશ્કરી વડાને માર્યા પછી ઈરાનમાં જુવાળ છે તો અમેરીકા પણ તેનો સામનો કરવા સજ્જ. છેવટે તો માનવ સંપત્તિનો નાશ જ છે. કંઈક થાય પણ પ્રજાહીતનું થાય તેવી આશા રાખીએ… ઉતરાયણના કલકલનો ખીચડો શાંત થાય ને આવતી કાલથી સર્વત્ર શાંતિની લહેર પ્રસરાય તેવી આશા સહ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.