દીઓદરમાં કવોરેન્ટાઈન કરાયેલને આજે છુટકારો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર તાલુકાના સોની અને સુરાણા ગામે એક-એક કોરોનાનો પોઝીટીવ કેશ આવ્યા બાદ તંત્ર હરકતમાં આવી ગયેલ. બાદમાં દીઓદર ખાતે સરકારી મોડર્ન સ્કુલ સરકારી કવોરેન્ટાઈન સેન્ટર દીઓદરમાં સોની અને સુરાણા ગામના લોકોને રાખવામાં આવેલ. જે વ્યક્તઓને આજે ૧૪ દિવસનો કવોરેન્ટાઈનનો સમય પૂર્ણ થતાં આજે તેમને ઘેર જવાની રજા આપવામાં આવેલ.
આજરોજ દીઓદર મામલતદાર પી.આર.ઠાકોર તથા બ્લોક હેલ્થ ઓફીસર વ્યાસ, ના.મામલતદાર વાસુભાઈ સહિત અધિકારીઓની હાજરીમાં પરિવાર દીઠ કરિયાણાની કીટ અર્પણ કરી રવાના કરાયેલ. ક્વોરેન્ટાઈન થયેલા લોકોએ ૧૪ દિવસમાં સરકારી તંત્ર દ્વારા તેમની કરાયેલ કેર સાર સંભાળ બદલ અધિકારી ગણને અભિનંદન આપેલ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.