વોલ્વો કાર ઇન્ડિયાએ નવી પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ એક્સસી90 લોંચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વોલ્વો કાર ઇન્ડિયાએ સંપૂર્ણપણે નવા પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિન સાથે તેની ફ્લેગશીપ લક્ઝરી એસયુવી – નવી વોલ્વો એક્સસી90 આજે લોંચ કરવાની જાહેરાત કરી છે. ઓક્ટોરમાં પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ્સ વોલ્વો એસ90 અને વોલ્વો એક્સસી60ના લોંચ બાદ આ લોંચ વૈશ્વિક સ્તરે બ્રાન્ડના કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં તથા ડીઝલથી પેટ્રોલ કાર તરફ પરિવર્તિત થવાની કંપનીની કટીબદ્ધતાને પૂર્ણ કરે છે.

નવા પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ વોલ્વો એક્સસી90ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 89,90,000 છે. એક્સસી90 સેવન-સીટર એસયુવી છે. તે સ્કેલેબલ પ્રોડક્ટ આર્કિટેક્ચર (એસપીએ) ઉપર લોંચ થનારી પ્રથમ કાર છે, જે વોલ્વોનું અદ્યતન મોડ્યુલર અને આધુનિક પ્રોડક્ટ પ્લેટફોર્મ છે. આ વિશેષતા વોલ્વો કાર્સની 90 અને 60 સીરિઝમાં પણ છે.

વોલ્વો કાર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર જ્યોતિ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, નવી એક્સસી90ના લોંચ સાથે અમે આ ત્રિમાસિકગાળામાં ત્રણ નવા પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ મોડલ્સ લોંચ કર્યાં છે. અમારી બ્રાન્ડમાં ગ્રાહકોના વિશ્વાસથી અમને ટેક્નોલોજીથી ભરપૂર નવા મોડલ્સ તેમને ઓફર કરવાની તક મળી છે. આ લોંચ ડીઝલથી પેટ્રોલમાં પરિવર્તનની અમારી કટીબદ્ધતા તેમજ ભારતીય માર્કેટમાં અપાર વૃદ્ધિને પ્રદર્શિત કરે છે.

એક્સસી90માં અદ્યતન ટેક્નોલોજી ડ્રાઇવરને પર્સનલાઇઝ્ડ કમ્ફર્ટ અને મોબિલિટી સેટિંગ માટે સક્ષમ બનાવે છે. હેડ-અપ ડિસ્પ્લે દ્વારા તમે ઝડપ જોઇ શકો છો, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ફોન કોલના જવાબ વગેરે આપી શકો છો. આ બધુ માર્ગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યાં વિના આવે છે. એક્સસી90માં ઇન્ટ્યુટિવ ટચ સ્ક્રીન ઇન્ટરફેસ છે, જે કાર ફંક્શન, નેવિગેશન, કનેક્ટેડ સર્વિસિસ અને ઇન-કાર એન્ટરટેઇનમેન્ટ એપ્લીકેશનને એકીકૃત કરે છે. વોલ્વોનું ઓટોમોટિવ સેફ્ટીમાં નેતૃત્વ એક્સસી90માં જોવા મળે છે. એસપીએ પ્લેટફોર્મ મજબૂત વોલ્વો કાર્સમાં પરિણમ્યું છે કારણકે તેમાં બોરોન સ્ટીલનો વ્યાપક ઉપયોગ થયો છે. વધુમાં તેમાં કારની અંદર અને બહારના લોકોની સુરક્ષા માટે સંખ્યાબંધ સેફ્ટી સિસ્ટમ ડિઝાઇન કરાઇ છે.

નવી એક્સસી90 એડવાન્સ્ડ એર ક્લિનર ટેક્નોલોજી ધરાવે છે, જેમાં કેબિનમાં પીએમ 2.5 લેવલ તપાસવા માટે સેન્સર છે. તે કારની અંદર હવાની ગુણવત્તામાં વધારો કરે છે, હવા પ્રદૂષણ અને કણો સાથે સંકળાયેલી આરોગ્ય સંબંઘિત પરિબળોને મર્યાદિત કરે છે. કારની અંદર ક્લિનર એર અદ્યતન સુરક્ષિત ડ્રાઇવિંગની સાથએ-સાથે ચોખ્ખી અને તાજી હવાતી ડ્રાઇવરના ધ્યાનમાં વધારવામાં મદદ મળે છે. કેબિનમાં એક્સસી90 લક્ઝરી મોબિલિટી એનવાયર્નમેન્ટ પ્રદાન કરે છે, જેમાં હાઇ-એન્ડ મટિરિયલ્સ જેમકે વુડ, ક્રિસ્ટલ અને મેટલ સોફેસ્ટિકેટેડ સ્કેન્ડેનેવિયન ડિઝાઇનમાં આવે છે.

એસ90 અને એક્સસી60 માઇલ્ડ હાઇબ્રિડ્સમાં અપાયેલા વિકલ્પની માફક કંપની રૂ. 75,000 વત્તા લગુ ટેક્સ ઉપર 3 વર્ષનું વોલ્વો સર્વિસ પેકેજ પણ ઓફર કરે છે. તેને નવા લોંચ કરાયેલા પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ  કાર્સ સાથે ખરીદી શકાય છે. આ શરૂઆતી ઓફર હાલની તહેવારોની સીઝનમાં જ લાગુ છે, જેમાં 3 વર્ષ માટે નિયમિત મેન્ટેન્સ સાથે વેર એન્ડ ટેર સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.