દૂરદર્શન અને કલર્સ બાદ હવે સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થઇ ‘મહાભારત’

ફિલ્મી દુનિયા

મુંબઈ
દૂરદર્શન પર ટીઆરપીના નવા રેકોર્ડ સ્થાપિત કર્યા બાદ બીઆર ચોપડાની ‘મહાભારત’ને કલર્સ ચેનલ પર ૪ મેથી પ્રસારિત કરવામાં આવી રહી છે, હવે આ સીરિયલને દર્શકો માટે ફરી એકવાર ટેલિકાસ્ટ કરવામાં આવી છે.
લાકડાઉનની વચ્ચે બીઆર ચોપડા ઉપરાંત સિદ્ધાર્થ કુમાર તિવારી નિર્દેશનમાં બનેલી ‘મહાભારત’નુ પણ ટેલિકાસ્ટ સ્ટાર પ્લસ પર કરવામાં આવી છે. મહાભારતે દૂરદર્શન પર ૨૮ માર્ચથી વાપસી કરી, આ શા ૧૩મેએ પુરો થયો. આ દરમિયાન દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો, અને ટીઆરપીના નવા રેકોર્ડ તોડ્યા હતા. ‘મહાભારત’ પહેલીવાર વર્ષ ૧૯૮૮માં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, તે સમયે ટીવી પર ત્યારે આનો એપિસોડ આવતો હતો, રસ્તાંઓ ખાલી થઇ જતા હતા. દરેક કલાકારે પોતાના અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.