એપોલો ટાયર્સ લિ. ભારતમાં પ્રીમિયમ ટાયર બ્રાન્ડ વ્રેડેસ્ટેઈન લાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતીય બજારમાં તેની પ્રોડક્ટ ઓફરને વધુ મજબૂત બનાવતાં અગ્રણી ટાયર ઉત્પાદક એપોલો ટાયર્સ લિ. દ્વારા પ્રીમિયમ યુરોપિયન બ્રાન્ડ વ્રેડેસ્ટેઈન ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ટાયરોની વ્રેડેસ્ટેઈન બ્રાન્ડ ભારતમાં અત્યાધુનિક એકમોમાં ઉત્પાદન કરાશે અને પ્રવાસી કાર્સમાં પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટને પહોંચી વળશે, જ્યારે બ્રાન્ડનાં ટુ-વ્હીલર ટાયરો ભારતમાં વૃદ્ધિ પામતા સુપરબાઈકિંગ સેગમેન્ટને પહોંચી વળશે.

ભારતમાં વ્રેડેસ્ટેઈન બ્રાન્ડના લોન્ચ પર બોલતાં એપોલો ટાયર્સ લિ.ના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નીરજ કંવરે જણાવ્યું હતું કે ભારત કાર્સના પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં અને સુપરબાઈકિંગ સેગમેન્ટમાં પણ ઉચ્ચ વૃદ્ધિ જોઈ રહ્યો છે. આને કારણે અમે આ 100થી વધુ વર્ષની બ્રાન્ડ વ્રેડેસ્ટેઈનને ભારતીય ગ્રાહકો માટે રજૂ કરવા પ્રેરિત થયા છીએ. વ્રેડેસ્ટેઈન પ્રીમિયમ સ્ટાઈલિંગ અને અલ્ટ્રા હાઈ પરફોર્મન્સ સાથે પ્રતિકાત્મક છે, જે લક્ઝરી કાર્સ અને સુપરબાઈક્સના માલિકો દ્વારા બે સૌથી મહત્ત્વનાં પરિબળ માનવામાં આવે છે. મને વિશ્વાસ છે કે ઘરઆંગણાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ વ્રેડેસ્ટેઈન સાથે અમે ભારતમાં લક્ઝરી સેગમેન્ટમાં વર્ચસ જમાવનારી ખેલાડી બની રહીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.