સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના નવો એક કેસ નોંધાયો

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંર્ક્મણના નવો એક કેસ નોંધાયો હતો. હિંમતનગરના વિરપુરના એક ૪૮ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ ૩૫ કેસ નોંધાયા છે.
કોરોના પોઝીટીવના દર્દીના સંપર્કમાં આવેલા અને શંકાસ્પદ લોકોના સેમ્પલના રીપોર્ટ સોમવારે આવ્યો જેમાં વધુ એક પોઝીટીવ રીપોર્ટ સામે આવ્યા હતા. જેમાં હિંમતનગર તાલુકાના વિરપુરના ૪૮ વર્ષિય પુરૂષનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે, હાલ સાબરકાંઠામાં કોરોનાના ૩૫ દર્દીઓ તેમજ અન્ય જિલ્લાના ૪ દર્દી નોંધાયા છે. જેમાં અમદાવારના ૩ દર્દી અને ૧ મહિસાગરનો દર્દી છે.
આમ અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ૩૯ દર્દી નોંધાયા છે. જે પૈકિ ૪ દર્દી અન્ય જિલ્લાના છે. ૧૪ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. તેમજ કોરોના બે દર્દીનુ દુઃખદ અવસાન થયુ છે. હાલ જિલ્લાના ૧૯ દર્દી સારવાર હેઠળ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.