ગાંધીનગરમાં ૮ પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ ૧૧,૩૯૦ પોઝિટિવ દર્દી અને મૃત્યુઆંક ૬૫૯

ગુજરાત
CORONA
ગુજરાત

રખેવાળ, ગુજરાત

ગાંધીનગર શહેરમાં ૮ પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં સેક્ટર ૨૪મા ૪ કેસ પોઝિટિવ, સેક્ટર ૧૩મા એક કેસ (શાકભાજી વેપારી), સેક્ટર ૨૭મા એક કેસ પોઝિટિવ,સેક્ટર ૪સીમા એક કેસ પોઝિટિવ, સેક્ટર ૨૩મા એક કેસ પોઝિટિવ નોંધાયો છે.ભાવનગરમાં પણ બે પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૧,૩૮૮ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૬૫૯ થયો છે જ્યારે ૪,૪૯૯ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન ૪ની ગાઈડલાઇન જાહેર કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં લોકડાઉન ૪નો અમલ અને છૂટછાટ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી બે તબક્કામાં ઉચ્ચ અધિકારીઓ સાથે કોન્ફરન્સ કરવાના છે. પ્રથમ તબક્કામાં સવારે ૧૧ વાગ્યે ૪ મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજાશે જ્યારે બીજા તબક્કામાં સાંજે તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવશે. આ બેઠક પૂર્ણ થયા બાદ મોડી સાંજે લોકડાઉન અને છૂટછાટનો નિર્ણય જાહેર થઇ શકે છે.

આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉ ૪.૦ શરૂ થશે. આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને ૩૧મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. આ અંગે નિર્ણય કરવા આજે સાંજે ૫ વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હાઈ લેવલ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શકાયો નથી. હવે આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. તેમજ રાજ્યમાં કર્ફ્યુંનો કડક અમલ કરાશે. નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ ૧૯મેથી કરવામાં આવશે.મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.૨૦૦નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.