ગોલગામના પ્રા.આ.કેન્દ્રમાંથી સગર્ભા મહીલાઓને અપાતી ખજૂર અને મગમાં જીવાત નીકળી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહીલાઓને તંદુરસ્તીના ભાગરૂપે તેમનું અને તેમના ગર્ભમાં રહેલા બાળકનું આરોગ્ય સચવાય અને તંદુરસ્ત બની રહે તે માટે સગર્ભા મહીલાઓને ખજૂર અને મગ આપવામાં આવે છે.
ત્યારે વાવ શહેરના મહેતાવાસ વિસ્તારમાં રહેતા ચેતનકુમાર અશોકભાઈ સોનીના ધર્મપત્ન ટિંવકલબેન ચેતનકુમાર સોની-ઉ.ર૦ જેઓને ૬ માસ સગર્ભા હોવાથી શરીરમાં લોહીનું પ્રમાણ ઓછુ હોવાથી ગોલગામના પ્રા.આ.કેન્દ્ર ખાતે બાટલો ચડાવા ગયેલા જે સમય દરમિયાન ગતરોજ તા.૧૬-પ-ર૦ના રોજ ટવકલબેનને બાટલો ચડાવ્યા બાદ ખજૂર અને મગ આપવામાં આવેલ હતા. તેમનું આરોગ્ય કથળતા વોમીટો ચાલુ થવા લાગી હતી.
પરંતુ ટવન્કલબેનના સસરા અશોકકુમાર ચુનીલાલ સોનીએ ખજૂર-મગની તપાસ કરતાં તેમાંથી જીવાત નજરે પડતા આ બાબતની જાણ મીડીયા તંત્રને કરતાં મીડીયા તંત્રે વાવ બ્લોક હેલ્થ ઓફીસર ગૌસ્વામીને જાણ કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે હું ગોલગામ મેડીકલ ઓફીસરને સૂચના આપી આવી તકલાદી હલકી ગુણવતાવાળી વસ્તુ આપવાનું બંધ કરાવી દઉં છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.