ગુજરાત : ૨૫મી એ ઈદ પછી અમદાવાદમાં લોક ડાઉન હળવું કરાશે, ત્યાં સુધી લોક ડાઉન યથાવત રહી શકે છે

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગુજરાત

ગુજરાતમાં આજે લૉકડાઉન-૩.૦નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન ૪.૦નો પ્રારંભ થશે. રાજ્યમાં ૧૫ મેની સાંજથીથી ૧૬ મેની સાંજ સુધીમાં કોરોનાના નવા ૧૦૫૭ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીના મોત થયા હતા. તેમજ ૨૭૩ દર્દી સાજા થયા હતા. આમ કુલ કેસ સંખ્યા ૧૦૯૮૮ થયા છે જ્યારે મૃત્યુઆંક ૬૨૫એ પહોંચ્યો છે અને ૪,૩૦૮ દર્દા સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે. ગુજરાત સરકારના અધિકારીઓ અમદાવાદમાં પણ ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાના મૂડમાં છે. ૩૧મે સુધી ના લંબાવી શકાય તો ૨૫ મે સુધી તો કરવાનીતૈયારી છે. આ અંગે ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. જ્યારે ૨૧ દિવસની કન્ટેઈન્મેન્ટ ઝોનની સમીક્ષા ૨૪મેના રોજ કરવામાં આવશે, એટલે કે ૨૫મી એ ઈદ પુરી કરીને લોકડાઉન ખોલવામાં આવી શકે છે.

મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દી ગણપત વરૂભાઈ મકવાણાની લાશ મ્ઇ્‌જી બસ સ્ટેન્ડ દાણીલીમડા પાસેથી મળી આવવાની ઘટનાની સંપૂર્ણ તપાસ માટે આદેશ કર્યો છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે પી ગુપ્તાને સોંપી છે. તેમજ ૨૪ કલાકમાં તપાસ અહેવાલ રાજ્ય સરકારને સોંપવાની સૂચના આપી છે.

આ પૂર્વે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જ્યારે સાંજે પોઝિટિવ કેસના આંકડા જાહેર કર્યાં ત્યારે છેલ્લાં ૨૪ કલાકમાં નવા નોંધાયેલા ૩૪૮ કેસનો જ ઉલ્લેખ કરાયો જેથી શુક્રવાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં આ આંકડો ઉમેરતાં સરવાળો મળતો ન હતો અને ગેરસમજ ફેલાય તેવું બન્યું હતું. જો કે ગુજરાત સરકારે ચોવીસ કલાકમાં નોંધાયેલાં કેસ ૩૪૮ જ હતાં પરંતુ પાછલા અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં જેવા કે દૂધ, કરિયાણા, શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચતાં સુપર સ્પ્રેડર્સના હેલ્થ ચેક-અપ દરમિયાન ૭૦૯ લોકો પોઝિટીવ આવ્યા હોઇ આ આંકડો વધુ આવ્યો હોવાની સ્પષ્ટતા કરી. પરંતુ આ તમામ આંકડા અત્યાર સુધી દબાવી રાખી દૈનિક અપડેટ ન કરાતાં એક સાથે કેમ જાહેર કરાયાં તે અંગે કોઇ સ્પષ્ટતા પ્રાપ્ત થઇ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.