વીવોએ વી21 નિયોન સ્પાર્ક લોંચ કર્યો, બોલ્ડ સ્ટ્રાઇક અપીલ સાથે વી21નો નવો અવતાર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

તહેવારોની ખુશીઓમાં વધારો કરતાં ઇનોવેટિવ ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ વી21 – નિયોનને એકદમ નવું કલર વેરિઅન્ટ લોંચ કરવાની જાહેરાત કરી છે. #DelightEveryMomentને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલાં નવા વીવો વી21 સ્પાર્ક સ્ટાઇલિશન ડિઝાઇન પ્રદાન કરે છે, જે ઉત્તમ ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) ફ્રન્ટ કેમેરા સાથે સુમેળ સાધે છે અને પરિણામે બેજોડ અનુભવ પ્રદાન કરવા માટે ઉદ્યોગના સૌથી સ્લીમ સ્માર્ટફોન ડિઝાઇનમાં સામેલ થાય છે. ભારતીય ગ્રાહકો માટે વિશેષ પ્રકારે નિર્મિત વી21 નિયોન સ્પાર્ક એક એવું ઉપકરણ છે, જે એવાં લોકો માટે આદર્શ છે કે જેઓ ભીડમાં અલગ ઉભરી આવીને વ્યક્તિત્વને વ્યક્ત કરવા માગે છે.

નિયોન સ્પાર્ક પ્રિસ્ટિન નેચરલથી પ્રેરિત છે, જે શાંતિ, સદ્ભાવ અને ઉર્જાને પ્રેરિત કરતાં તત્વોને દર્શાવે છે. લાઇમ ગ્રીન રંગની તાજગી અને સ્થિરતા વી21 નિયોન સ્પાર્કને ખરા અર્થમાં આકર્ષક બનાવે છે. વીવો ડિઝાઇન ડિવિઝનના નિષ્ણાંતોની દેખરેખ હેઠળ તૈયાર કરાયેલા વી21 નિયોન સ્પાર્ક ગ્રાહકોની ભાવનાઓને વ્યક્ત કરવા માટે આદર્શ છે. તે બોલ્ડ, સ્ટ્રાઇકિંગ અપીલ આપે છે અને વ્યક્તિને તેમના વ્યક્તિત્વને દર્શાવવામાં મદદરૂપ બને છે. તે નવા સ્ટાઇલિંગ એક્સેસરી તરીકે પણ કામ કરે છે તેમજ ફેશન અને લાઇફસ્ટાઇલના ક્ષેત્રમાં સીઝનના સૌથી પસંદગીના રંગ બન્યાં છે. આ ઉપરાંત એજી મેટ ગ્લાસ જેવી સામગ્રી તેના રફ, પરંતુ ઉત્કૃષ્ટ ફ્રેમને વધુ સુંદર બનાવે છે.

વી21 નિયોન સ્પાર્કના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં વીવો ઇન્ડિયાના બ્રાન્ડ સ્ટ્રેટેજી ડાયરેક્ટર નિપૂણ માર્યાએ જણાવ્યું હતું કે, “વીવો ખાતે અમે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અનુસાર વિકસિત થઇ રહ્યાં છીએ. વીવો વી21ને ગ્રાહકો તરફથી ખૂબજ સારી પ્રતિક્રિયા મળી છે અને ખાસ કરીને તેની ડિઝાઇન માટે. નવા કલર વેરિઅન્ટ સાથે અમારું લક્ષ્ય તેના વારસાને આગળ લઇ જવાનો છે. વી21 નિયોન સ્પાર્ક ગ્રાહકોની સ્ટાઇલમાં ઉમેરો કરશે કે જેઓ તેમના સોશિયલ સર્કલમાં બોલ્ડ સ્ટેટમેન્ટ બનવવા માગે છે.”

#DelightEveryMoment માટે ડિઝાઇન કરાયેલા નવા વી21 સ્માર્ટફોનમાં ઉદ્યોગનું પ્રથમ ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) ફ્રંટ કેમેરા છે, જે બેજોડ મોબાઇલ અનુભવ પ્રદાન કરવ માટે ઉદ્યોગના સૌથી સ્લીમ સ્માર્ટફોન ડિઝાઇન ધરાવે છે. આ ઉપરાંત વી21 એકદમ લાઇટ વેઇટ ફોન છે, જે તેની દમદાર ડિઝાઇન પ્રત્યે દરેકનું ધ્યાન ખેંચે છે અને 33 વોટ ફ્લેશચાર્જની સાથે 4000 એમએએચ બેટરી ધરાવે છે. આ સ્માર્ટફોનને તમને 5જી નેટવર્ક ક્ષમતાઓ સાથે ભવિષ્ય માટે પણ સજ્જ રાખે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.