કોરોના ઇફેક્ટઃ સ્માર્ટફોન કંપની લાવા ભારત આવવાની તૈયારીમાં

Business
Business

બેઇજિંગ
ચીનથી ફેલાયેલ મહામારી કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે વૈશ્વિક અર્થતંત્રને માઠી અસર થઈ છે. ત્યારે હવે વિશ્વના કેટલાક દેશ ચીન સામે કડક વેપાર નીતિ અપનાવી રહ્યા છે. ભારતે પણ આ દિશામાં કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરેલ નીતિગત ફેરફારના કારણે હવે સ્માર્ટફોન કંપની લાવા ઇન્ટરનેશનલે શુક્રવારે પોતાનો બિઝનેસ ચીનથી સમેટીને ભારત લાવવાની તૈયારી શરૂ કરી છે. કંપનીએ મોબાઇલ વેચાણમાં વધારો અને મેન્યુફેક્ચરિંગના સરળ સંચાલન માટે આગામી પાંચ વર્ષ દરમિયાન લગભગ ૮૦૦ કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી છે.
સૂત્રો મુજબ લાવા ઇન્ટરનેશનલના અધ્યક્ષ અને વહીવટી સંચાલક હરીઓમ રાયે કે,‘પ્રોડક્ટ ડિઝાઇનના ક્ષેત્રમાં ચીનમાં અમારા ઓછામાં ઓછા ૬૦૦થી ૬૫૦ કર્મચારીઓ છે. પરંતુ હવે અમે ડિઝાઇનિંગનું કામ ભારતમાં સ્થાનાંતરિત કરવાની તૈયારી કરી છે. ભારતમાં અમારા વેચાણની જરૂરિયાતોને ઘરેલુ કારખાનાઓથી પૂર્ણ કરવામાં આવશે.’ તેમણે કે,‘અમે ચીનમાં પોતાની ફેક્ટરીઓમાંથી દુનિયાભરમાં મોબાઈલ પ્રોડક્ટની નિકાસ કરી રહ્યા હતા. જા કે હવે આ કામ ભારતથી કરવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૪૮ હજાર કરોડ રૂપિયાના પ્રોત્સાહનવાળી ઇલેક્ટ્રોનિક નીતિની ધોષણા કરી છે. આ હેઠળ કંપનીઓને અમુક મહત્વની છૂટ આપવામાં આવશે. સાથે જ આગામી પાંચ વર્ષોમાં આનાથી ૨૦ લાખ રોજગારનું સર્જન થશે એવો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.