લોકડાઉનમાં નવી ગાઈડલાઈન્સ સાથે તમારા શૂટિંગ જૂનના અંત સુધી શરૂ થવાની સંભાવના

ફિલ્મી દુનિયા

મુંબઈ
હાલમાં લોકડાઉનના કારણે લોકો ઘરમાં અને આખો દેશ બંધ છે એવું કહી શકાય. ત્યારે ટીવી સીરિયલનું શુટિંગ પણ બંધ છે અને હાલમાં જૂના એપિસોડ બતાવવામાં આવે છે. ત્યારે આ બધાની વચ્ચે સીરિયલ્સના દર્શકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવે ટૂંક સમયમાં સીરિયલના નવા એપિસોડ જાવા મળશે. કારણ કે નવી ગાઈડલાઈન્સ સાથે તમારા શૂટિંગ જૂનના અંત સુધી શરૂ થઈ જવાનું છે. એકતા કપૂરની સીરિયલ્સ, ભાભીજી ઘર પર હૈ, સોની ટીવીના રિયાલિટી શો, કેબીસી ટૂંક જ સમયમાં લિમિટેડ ક્રૂની સાથે શૂટિંગ શરૂ કરશે. પણ તે માટે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડયા સિને એમ્લોયીના પ્રેસિડેન્ટ બીએન તિવારીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમણે દૈનિક કર્મચારીઓને ધ્યાનમાં રાખીને પ્રોડ્યૂસર્સ સામ કેટલીક શરતો મૂકી છે.
કોરોના વાયરસ લાંબા સમય સુધી રહેવાના કારણે તેની સાથે જીવવાની તૈયારી કરવી જરૂરી છે. કામ તો શરૂ કરવું જ પડશે, કારણ કે તેના વિના સુધી ચાલશે. જેથી અમે બધાંને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. માસ્ક કઈ રીતે પહેરવા, સેનિટાઈઝર સાથે રાખવું, સેટ પર એક ઈન્સપેક્ટર જે ઈન્સ્પેક્શન કરશે કે કોણે માસ્ક નથી પહેર્યું. જ્યાં સુધી વર્કર્સને તેની આદત નહીં પડી જાય ત્યાં સુધી ત્યાં ઈન્સ્પેક્ટર રાખવામાં આવશે. ત્યારબાદ તેમાં સુવિધા વિશે વાત કરતાં કે, જા કોરોના વાયરસથી કોઈ વર્કરનું મોત થશે તો ચેનલ અને પ્રોડ્યૂસર્સ તે વર્કરના પરિવારને ૫૦ લાખ રૂપિયા વળતર અને તેનો મેડિકલ ખર્ચ પણ ઉપાડશે.
એક્સીડેન્ટલ ડેથ પર ૪૦-૪૨ લાખ પ્રોડ્યૂસર્સ આપે જ છે પણ કોવિડ માટે ૫૦ લાખ કિમંત રાખી છે. શૂટિંગ દરમિયાન સેટ પર ૧૦૦ અથવા તેનાથી વધુ લોકો હોય છે. પરિસ્થતને જાતા હવે ૫૦ લોકો સાથે સેટ પર કામ કરવું પડશે. તેમજ અત્યારના ૩ મહિના માટે ૫૦ વર્ષની ઉપરની ઉંમરના લોકોને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે આ લોકોને કોવિડનો ખતરો વધુ છે. જાબ લોક ન થાય તે અંગે વિચાર કરવાનો છે. એક એમ્બ્યુલન્સ સેટ પર રાખવી જરૂરી છે જેથી ઈમરજન્સી માટે કામ લાગી શકે. હાલમાં ૩ મહિના ટ્રેનિંગ આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.